Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

કોડીનારમાં માર્કેટિંગ યાર્ડમાં ધંધા મામલે માથાકૂટઃ છરીથી હુમલોઃ ફાયરીંગઃ બે શખ્‍સો સહિત ત્રણને ગંભીર ઈજા

કોડીનારઃ કોડીનાર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે દિવાળી ની પૂર્વસંધ્‍યા એ યાર્ડના ધંધા બાબતે મનદુઃખ રાખી છરી વડે હુમલો કર્યા બાદ ફાયરીંગ કરવામાં આવતા ભારે ચકચાર મચી છે.

   આ અંગે કોડીનાર પોલીસ સ્‍ટેશનમાં મહમદ અયાજ જીયા એહમદ નકવીએ નોંધાયેલી ફરીયાદમાં જણાવ્‍યા મુજબ રિયાઝ રફીક કાસમાણી માર્કેટિંગ યાર્ડમાં કઠોળ ની લે વેચ નો ધંધો કરતો હોય અને તેના ધંધા વચ્‍ચે અન્‍ય લોકો હરીફો તરીકે ઊભા થયા હોય તે હરીફો ઊભા કરવાની શંકા રાખી રિયાઝ રફીક કાસમાણીએ તેના બનેવી ઈકબાલ, શાનુ મકરાણી,યાસીન બાબુ કાજાની સાથે મળી આયાજ નકવીને બેફામ ગાળો ભાંડી છરી વડે હુમલો કરી સાથળના ભાગે ગંભીર ઈજા કરતા અયાજના મામા મેહદી હસન અને તાબિઝ વચ્‍ચે પડતાં તેમના ઉપર ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરતા પોલીસે અયાજ નકવીની ફરીયાદના આધારે રિયાઝ રફીક કાસમાણી,સાનું મકરાણી,ઇકબાલ રિયાઝ નો બનેવી અને યાસીન બાબુ કાજાણી વિરુદ્ધ કલમ ૩૦૭,૩૨૪ સહિત ની કલમો મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી ફાયરીંગ રિવોલ્‍વર કે એરગન થી કરવામાં આવ્‍યું છે કે કેમ સહિત ના અનેક પાસા ઓ અંગે તપાસ હાથ ધરી છે.આ અંગેની વધુ તપાસ પી.આઇ.એ.એમ.મકવાણા ચલાવી રહ્યા છે.

કોડીનારમાં વેપારના મનદુઃખમાં થયેલી ફાયરીંગની ઘટનામાં રેશનીગના કાળા બજારના માલનો લે વેચનો ધંધો કારણભૂત હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું હોય પોલીસ આ દિશામાં પણ સઘન તપાસ કરે તેવી માંગ ઉઠી છે.

(1:18 pm IST)