Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ગોંડલ-કોટડાસાંગાણીના હડમતાળામાંથી એલસીબીએ પ.૧૮ લાખનો દારૂ ઝડપી લીધો

હડમતાળામાં સીમેન્ટની ટાંકીમાં દારૂનો જથ્થો છુપાવ્યો'તો : વિજયસિંહ ઝાલાની શોધખોળ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ર૩ : ગોંડલ શહેરના સિદ્ધાર્થ નગરમાં રહેતા શખ્સ દ્વારા વિદેશી દારૂનો વેપલો કરવામાં આવતો હોય એલસીબી પોલીસે તેના રહેણાંક મકાન ના ર્પાકિંગમાંથી વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો પકડી પાડી હડમતાળા ગામે અવાવરું જગ્યાએ સિમેન્ટની ટાંકી માં છુપાવેલા દારૂના જથ્થા ને જડપી લઈ આરોપી ની શોધ શરૂ કરી હતી બન્ને દરોડા દરમ્યાન કુલ રૂ. ૧૬૧૮૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ની સૂચનાથી એલસીબી પીઆઇ ગોહિલ, પીએસઆઇ રાણા, મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ તેમજ ભાવેશભાઈ મકવાણા સાહિતનાઓ દ્વારા શહેરના સિદ્ધાર્થ નગરમાં રહેતા વિજયસિંહ ઉર્ફે ભાણુભા ઇન્દુભા ઝાલા ના રહેણાંક મકાન ઉપર દરોડો પાડી ર્પાકિંગમાં રાખેલ સ્કોર્પિયો કાર ઞ્થ્૦૩ધ્ભ્૭૭૯૪ માંથી વિદેશી દારૂની ૩૧ બોટલ કિંમત રૂ ૩૨૧૦૦ તેમજ રૂ ૮ લાખનો સ્કોર્પિયો મળી રૂ. ૮૩૨૧૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આરોપી વિજયસિંહ એ વધુ દારૂનો જથ્થો અન્ય જગ્યાએ સંઘર્યો હોવાની શંકા હોય કોટડા સંગણી તાલુકાના હડમતાળા ગામ પાસે અવાવરું જગ્યા માં સિમેન્ટની ટાંકી એ તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ૧૬૨૦ નંગ બોટલ કિંમત રૂ. ૪૮૬૦૦૦ તેમજ ફોકસ વેગન કાર કિંમત રૂ. ૩ લાખ ની મળી આવતા રૂ. ૭૮૬૦૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ઉપરોકત બન્ને દરોડા માં કુલ રૂ. ૧૬૧૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપી ને જડપવા ચક્રોગતિમાન કરાયા હતા.(

(12:22 pm IST)