Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

ગીર સોમનાથના હીરાકોટ બંદર પરના માછીમારના ઘરમાં છુપાવેલ ૨૬.૪૫ લાખનો ૧૭ કિલો ચરસનો જથ્થો ઝડપાયો: શબ્બીર જુસબભાઇ ખારીયા (મચ્છીયારા)ની ધરપકડ

આ પેકેટો એકાદ માસ પુર્વે પોલીસને મળી આવેલા ચરસના પેકેટો પૈકીના જ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું : અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસનો ધમધમાટ

(દિપક કકકડ દ્વારા)વેરાવળ તા.૨૫ :ગીર સોમનાથ જિલ્લાના હીરાકોટ બંદરમાં રહેતા માછીમાર શખ્સ પાસેથી SOGની ટીમને ચરસના 16 પેકેટો મળતા ખળભળાટ મચી ગયો છે.આ પેકેટો એકાદ માસ પુર્વે પોલીસને મળી આવેલા ચરસના પેકેટો પૈકીના જ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. પોલીસને મળી આવેલા 16 ચરસના પેકેટોમાં 17 કિલો 636 ગ્રામ કિં.રૂ.26.45 લાખનો જથ્થો હોવાનું સામે આવ્યુ છે. આ મામલે પોલીસે માછીમાર શખ્સની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

      પત્રકાર પરીષદમાં માહિતી આપતા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, ગઈકાલે જિલ્લાના હીરાકોટ બંદરમાં નશીલા પદાર્થોનું વેંચાણ થઈ રહ્યાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે એલસીબી પીઆઈ એ.એસ.ચાવડા, પીએસઆઈ કે.જે.ચૌહાણ અને એસઓજી પીએસઆઈ મારૂ પોતાની ટીમ સાથે બાતમી વાળા સ્થળ હીરાકોટ બંદરમાં શક્કરપીરની દરગાહ પાછળ રહેતા શબ્બીર જુસબ ખારીયા મચ્છીયારાના ઘરે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.

     જુનાગઢ વિભાગના ( ઇ.ચા . ) નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશકુમાર જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક , મનોહરસિંહ જાડેજા તરફથી યુવાધનને નાર્કોટીકસના રવાડે ચઢતા અટકાવવા અને ગાંજા / ચરસની બદી સદંતર નાબુદ કરવા માટે એન.ડી.પી.એસ.ના કેસો શોધી કાઢવા આપેલ સુચના મુજબ ગીર સોમનાથ L.C.B. પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા સા . તથા ૬.૦ , ઉ . પો.સબ ઇન્સ. આર.એચ.મારૂ સા . તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો ગીર સોમનાથ જીલ્લામાં ગેરકાયદેસર કેફી માદક પદાર્થનું વેચાણ કરતા ઇસમોને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા.

 ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે L.C.B. પોલીસ ઇન્સ.શ્રી તથા S.O.G. પો.સ.ઇ.શ્રી તથા તેઓની ૬.૦.G. ટીમ સાથે બાતમી હકિકત મુજબ સુત્રાપાડા તાલુકાના હીરાકોટ બંદર , શકકરપીરની દરગાહ પાછળ રેઇડ કરતા માદક પદાર્થ ચરસનું ગે.કા. વેચાણ કરતાં શબ્બીર જુસબભાઇ ખારીયા , જાતે મચ્છીયારા , ઉવ .૩૮ રહે . હીરાકોટ બંદર , ઠે.શક્કરપીર દરગાહની પાછળ , તા.સુત્રાપાડા વાળાએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાને લીલા કલરના બાચકામાં માદક પદાર્થ ચરસના પેકેટો નંગ -૧૬ કુલ વજન- ૧૭,૬૩૬ કીલો ગ્રામ કીંમત રૂપીયા ૨૬,૪૫,૪૦૦ / - ના એન.ડી.પી.એસ. ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી તેના વિરૂધ્ધ S.O.G. પો.સ.ઇ.શ્રી આર.એચ.મારૂ સા . એ ફરીયાદ રીપોર્ટ આપી સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજી . કરાવી આગળની તપાસ સોમનાથ મરીન પો.સ્ટે.માં સોપી આપેલ છે . 

       આમ ઉપરોક્ત માદક પદાર્થ ચરસના કેસની કામગીરીમાં L.C.B. પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા સા . તથા ૭.૦.G. પો.સબ ઇન્સ. આર.એચ.મારૂ સા . તથા એ.એસ.આઇ. લખમણભાઇ ડી . મેતા તથા કેતનભાઇ પી . જાદવ તથા ઇબ્રાહીમશા બી . બાનવા તથા મુકેશભાઇ ટાંક તથા નરવણસિંહ ગોહીલ તથા ગોવિંદભાઇ વંશ તથા વિજયભાઇ બોરખતરીયા તથા ગોવિંદભાઇ રાઠોડ તથા નારણભાઇ ચાવડા તથા પો.હેડ કોન્સ . સુભાષભાઇ પી . ચાવડા તથા કમલેશભાઇ જે . પીઠીયા તથા પો.કોન્સ . મેહુલસિહ પી . પરમાર તથા વુ.પો.હેડ કોન્સ . અસ્મિતાબેન ચાવડા તથા ડ્રા.એ.એસ.આઇ. ભુપતગીરી મેઘનાથી તથા LC.B. ડ્રા . હેડ કોન્સ . વિરાભાઇ ચાંડેરા તેમજ એફ.એસ.એલ. અધિ.શ્રી વાય.ડી.કટારીયા સા . એ રીતેના આ કામગીરીમાં મદદમાં રહેલ હતા .

  પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, હીરાકોટ બંદરમાં રહેતા આરોપી શબ્બીર મચ્છીયારાને થોડા દિવસો પહેલા દરીયાકાંઠેથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. જેની જાણ પોલીસને કરવાના બદલે તેને વેચાણ કરવાના ઇરાદે પોતાના ઘરમાં છુપાવ્યા હતા. જે અંગે પોલીસને બાતમી મળતા જ પોલીસે કાર્યવાહી કરી શબ્બીરના ઘરમાંથી 16 જેટલા ચરસના પેકેટો જપ્ત કર્યા છે. આ પેકેટો પોલીસને ગત માસમાં જિલ્લાના દરીયાકાંઠા વિસ્તારોમાંથી બિનવારસુ હાલતમાં મળી આવેલા 300 જેટલા પેકેટો પૈકીના જ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. જો કે, અત્યાર સુધીમાં પકડાયેલ શબ્બીરએ ચરસનું વેંચાણ કર્યું છે કે કેમ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઓગષ્ટ મહિનામાં 273 પેકેટોનો જથ્થો મળી આવ્યો હતો

અત્રે નોંધનીય છે કે, દોઢેક માસ પૂર્વે પોરબંદર થી લઈને દિવસ સુધીના દરિયા કિનારા પર થી મોટી માત્રામાં ચરસ નો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ગિરસોમનાથ જિલ્લામાં 350 કિલો થી વધુ ચરસનો જથ્થો મળી આવેલો જે અંદાજે 4 કરોડથી વધુ ની કિંમત નો હતો તે સમયે પોલીસ વિભાગ દ્વારા દરિયા કિનારા પર રહેતા લોકોને સૂચિત કરાયા હતા કે જો દરિયા કિનારા પર ચરસ ના પેકેટો મળી આવે તો પોલીસને ધ્યાન મૂકવું પરંતુ હીરાકોટ ગામના શબ્બીર ખારીયાએ 16 પેકેટ પોતાના ઘરમાં છુપાવી અને પોતે તેનું વેચાણ કરીને પૈસા કમાઈને લાખો પતિ થવાની આશાએ આ ચરસ ઘરમાં છુપાવેલ પરંતુ પોલીસની બાજ નજરના લીધે આ આરોપી જેલ હવાલે થયો છે.

(8:13 pm IST)