Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

સોમનાથમા પવિત્ર ત્રિવેણી સંગમમા ભાદરવા શ્રાધ્ધ પક્ષમા પિતૃ તર્પણ સહિત જુદી જુદી હજારો ભાવિકોએ વિધિઓ કરાવી

પ્રભાસ પાટણ :સોમનાથ મંદિરની નજીક ત્રિવેણી સંગમ આવેલ છે જ્યાં હિરણ કપીલા અને સરસ્વતી નદીઓ નો સંગમ થાય છે અને આ સંગમ નુ પાણી દરીયામા વહી જાય છે આ જગ્યા ખૂબજ પવિત્ર અને રમણીય છે

  સોમનાથ તિર્થ મા ત્રિવેણી સંગમ પવિત્ર અને ઉત્તમ જગ્યા હોવાને કારણે અહિ પીડદાન અને પિત્રૃ તર્પણ  નારાયણ બલિ  સહિત વિવિધ ધાર્મિક વિધાઓ કરવામાં આવેલ અને આ તમામ વિધાઓ માટે ઉતમ ક્ષેત્ર છે આનો ઉલ્લેખ ભાગવત્ મા પણ જોવા મળે છે સાત મોક્ષનગરી મા પ્રભાસ નો ઉલ્લેખ આવી જાય છે ભગવાન કૃષ્ણ પણ પાંડવો સાથે શ્રાધ્ધ કરવા આવેલા હતા
  આ બાબતે સોમનાથ તિર્થ પૂરોહિત જયદેવ જાની એ જણાવ્યું કે ત્રિવેણી સંગમ મા અસ્થિ વિસર્જન, પિતૃ તર્પણ,નારાયણ બલિ,પ્રેતબલી, સહિત અનેક ધાર્મિક વિધિ કરવામાં આવે છે અને ભાદરવા શ્રાધ્ધ પક્ષ મા દેશ વિદેશ થી હજારો લોકો વિધિ કરવા આવેલ ત્રિવેણી સંગમ મા આ તમામ ધાર્મિક વિધિ નુ વિશેષ મહત્વ છે અને તમામ વિધિઓ તિર્થ પૂરોહિતો શાસ્ત્રોક્ત વિધિ સાથે કાર્ય કરવામાં આવેલ
(1:02 pm IST)