Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

જોકે પૂ. મોરારીબાપુ - પોતાનો જન્મદિવસ તિથિ પ્રમાણે શિવરાત્રીના દિવસે ઉજવે છે

પ્રખર રામાયણી પૂ. મોરારીબાપુનો જન્મદિન

રાજકોટ તા. ૨૫ : મોરારીબાપુનો આજે જન્મદિવસ છે તેઓનો જન્મ, ૨૫ સપ્ટેમ્બર ૧૯૪૬માં મહુવા તાલુકાના તલગાજરડા ગામે થયો હતો, માતાનું નામ સાવિત્રીબેન, પિતાનું નામ પ્રભુદાસ હતું, તેમની અટક હરિયાની છે, બાપુને નાનપણથી જ ધર્મના સંસ્કારો મળ્યા હતા, તેમના દાદા ત્રિભુવનદાસ એક રામભકત હતા, પોતાના વિશિષ્ટ અંદાજમાં રામકથાનુ રસપાન કરાવનારા અને દેશ-વિદેશના લાખો લોકોને જીવનદર્શનનો સાચો માર્ગ બતાવનારા સંત, મોરારીબાપૂનો ૨૫ સપ્ટેમ્બરે જન્મદિવસ છે, રામચરિત્રને સરળ, સહજ અને સરસ રીતે રજૂ કરનારા ૭જી વર્ષિય બાપૂની સાદગીની કોઈ બીજી જોડ નથી, ટીવી ચેનલો પર અનેક સંત-મહાત્માઓના પ્રવચનો આવે છે, જેમાં બાપૂ પણ સમાયેલ છે, પરંતુ જે લોકો તેમની સાથે જોડાયેલા છે, તે બાપૂની કથા વિશે જાણ થતા જ કદી ચેનલ નથી બદલતા, જયાં કથાનુ આયોજન રાખવામાં આવે છે ત્યાં હજારો શ્રધ્ધાળુઓ કથાનું રસપાન કરવા શ્રધ્ધાળુ ઉમટે છે.

ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ માનવ કલ્યાણને માટે રામકથાની ભાગીરથીને પ્રવાહિત કરે છે, બાપુના પિતા પ્રભુદાસ હરિયાળીને બદલે દાદાજી ત્રિભુવનદાસનો રામાયણ પ્રત્યે અસીમ પ્રેમ હતો, તલગારજાથી મહુવા તેઓ ચાલતા શિક્ષા મેળવાવા જતા હતા, પાંચ મીલના આ રસ્તામાં તેમણે દાદાજી દ્વારા બતાવવામાં આવેલ પાંચ ચોપાઈઓ રોજ યાદ કરવી પડતી હતી, આ નિયમને કારણે તેમને ધીરે ધીરે સંપૂર્ણ રામાયણ મોઢે થઈ ગયુ, દાદાજીને જ બાપૂએ પોતાના ગુરૂ માની લીધા હતા, ૧૪ વર્ષની વયે જ બાપૂએ પહેલીવાર તલગારજામાં ચૈત્ર માસ ૧૯૬૦માં એક મહિના સુધી રામાયણ કથાનો પાઠ કર્યો, વિદ્યાર્થી જીવનમાં તેમનુ મન અભ્યાસમાં ઓછુ, રામકથામાં વધુ રમવા લાગ્યુ હતુ, પછી તેઓ મહુવાની એજ પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા, જયાં તેમણે બાળપણમાં અભ્યાસ કર્યો હતો, પરંતુ પાછળથી તેમણે આ કાર્ય છોડવું પડ્યુ, કારણ કે તેઓ રામાયણ પાઠમાં જ એટલા મગ્ન થઈ ચૂકયા હતા કે તેમને બીજા કાર્યો માટે સમય જ નહોતો મળતો, મહુવા છોડ્યા પછી ૧૯૬૬માં મોરારીબાપૂએ નવ દિવસની રામકથાની શરુઆત નાગબાઈના પવિત્ર સ્થળ ગોઠિયામાં રામફલકદાસજી જેવા ભિક્ષા માંગનાર સંતની સાથે કરી, તે દિવસોમાં બાપુ ફકત સવારે કથાનો પાઠ કરતા હતા. અને બપોરે ભોજનની વ્યવસ્થામાં લાગી જતા, હૃદયના મર્મ સુધી પહોંચાવનારી રામકથાએ આજે બાપૂને બીજા સંતોથી વેગળા રાખ્યા છે.

મોરારીબાપુની મહાનતા, કરૂણા, અમીદિષ્ટ, ક્ષમાસિલતા, દયા ભાવના, પ્રભુ પ્રત્યેની દઢ એકાગ્રતા, જાણતા નથી, તે લોકો આજે નહિ તો કાલે બાપુને જરૂર જાણશે, મોરારીબાપુ રામાયણના વકતા છે, તેની કથા ચાલતી હોય ત્યારે લોકો સાંભળવામાં મુગ્ધ બને છે, અમુક લોકો કથામાં એટલા મસ્ત બને છે કે, તેને પોતાના દેહની સંભાળ રહેતી નથી, પ્રભુ રામના ચરિત્રમાં તેનું ચિત્ત્। એટલું ખોવાય જાય છે કે, તેના આત્માને પ્રભુ રામના પ્રત્યક્ષ દર્શન થતા હોય તેવું લાગે છે, તેને એમ પણ લાગતું હોય છે, હું સાક્ષાત અયોધ્યામાં છુ, પ્રભુ રામના ચરિત્ર પ્રત્યક્ષ નિહાળું છું.

જો કે પૂ. મોરારીબાપુ - પોતાનો જન્મદિવસ શિવરાત્રીના દિવસે ઉજવે છે.

પૂ. મોરારીબાપુના વ્યાસાસને શનિવારથી જોર્ડનના વાદીરમ સનસીટી ખાતે શ્રીરામ કથા યોજાઇ છે. જેમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો કથાનું રસપાન કરાવી રહ્યા છે. (૨૧.૨૫)

(4:13 pm IST)
  • અંબાજી દેવસ્થાન ટટ્રસ્ટને એક કિલો સોનાનું દાન મળ્યું નેઃબ્રોસ ફાર્મા લિ. નાં ફાઉન્ડર દ્રારા અપાયું સોનાનું દાન: અમદાવાદનાં વતની છે જેઓ અવાર નવાર આપે છે સુવર્ણ દાન: નવનીતભાઈ પટેલનાં હસ્તે અપાયું દાન access_time 11:20 pm IST

  • યાત્રાધામ અંબાજીma પૂનમનાં મેળાનું થયુ સમાપન:26 લાખ જેટલા યાત્રિકોએ માતાજીનાં દર્શનનો લાભ લીધો:26 લાખ જેટલા પ્રસાદનાં પેકેટનું થયુ વિતરણ:સાડા ત્રણ લાખ લોકોએ ની શુલ્ક ભોજનનો લીધો લાભ:8 હજાર જેટલી ધજાઓ માતાજીને ચડાવવામાં આવી access_time 11:21 pm IST

  • સુરતના રાંદેર પોલીસ લાઈન બિલ્ડીંગ B3 ફ્લૅટ નો 35 મા રહેતા સ્મિતા બેન હેમંત પ્રધાને ઝોન 2 માં ફરજ બજાવતા રીડર પી.એસ આઈ ની ભાભી એ સર્વિસ રિવોલ્વર થી ગોળી મારી આત્મા હત્યા કરી access_time 1:20 pm IST