Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ધોરાજી નરસંગ આશ્રમના લાલદાસબાપુની હત્યાનો ભેદ ટુંક સમયમાં ઉકેલાઇ જશે

જીલ્લા પોલીસ વડા બલરામ મીનાની દલિત સમાજના આગેવાનો કાર્યકરો સાથે બેઠક

ધોરાજી તા.૨૫: જિલ્લા એસ.પી.મીનાએ ધોરાજી ખાતે દલિત વિસ્તારની મુલાકાત લઇને દલિત સમાજ સાથે સમાજની વાડીમાં બેઠક યોજી હતી અને કાયદો વ્યવસ્થાની વિસ્તૃત જાણકારી મેળવેલ હતી. દલિત સમાજ દ્વારા એસ.પી. શ્રી મીણા સમક્ષ રજુઆત કરવામાં આવી હતી કે, નરસંગ આશ્રમના મહંત લાલદાસ બાપુના મૃત્યુનો બનાવ તે હત્યાનો બનાવ છે. ઘટના સ્થળના પ્રાથમીક સાંયોગીક પુરાવાઓ હત્યા તરફ દોરી જાય છે. આવુ કૃત્ય આચરનારાઓને તાત્કાલીક પકડવા જોઇએ. અને એસ.પી.શ્રી સમક્ષ સમાજ દ્વારા એવી પણ માંગણી કરવામાં આવી કે, આ બનાવની તપાસમાં જિલ્લાની બ્રાન્ચો એસઓજી કે એલ.સી.બીને પણ જોડવામાં આવે એસ.પી.શ્રીએ આ બ્રાન્ચોને પણ તપાસ સોંપવામાં આવશે તેવો હકારાત્મક જવાબ આપ્યો હતો. આ તકે મીણા સાહેબે સાધુ સમાજના વડીલ ટપુદાસબાપુની વાતને પણ ધ્યાનથી સાંભળી હતી. અને એસ.પી શ્રીએ કહ્યુ હતુ કે બનાવની તપાસ તમામ એંગલથી થઇ રહી છે અને વહેલાસર સત્ય બહાર લઇ આવવામાં આવશે.

આ દલિત સમાજની બેઠકમાં દલિત વિકાસ મોરચાના પ્રમુખ કાન્તિલાલ સોંદરવા, મેઘવાળ સમાજના પ્રમુખ અશોકભાઇ સોંદરવા, ભરતભાઇ બગડા, યોગેશભાઇ ભાસા, અનીલ વડીયાતર, મનહર ભાસ્કર, રાજેશ બગડા, વિરેન્દ્ર સોંદરવા, ડી.વાય.એસ.પી.ભરવાડ, પી.આઇ. શ્રી ઝાલા સહીત દલિત સમાજના ભાઇઓ અને યુવાનો લાયન્સ કલબના પ્રમુખ દલસુખભાઇ વાગડીયા અને મંત્રી ગૌતમભાઇ વઘાસીયા ધોરાજી નગરપાલીકાના પ્રમુખ ડિ.એલ.ભાષા, મકબુલ ગરાણા તેમજ મુશ્લીમ સમાજના અગ્રણી અનુબાપુ તેમજ અલીભાઇ ચૌહાણ સહીતનાઓએ એસ.પી.બલરામ મીના અને ડીવાયએસપી ભરવાડ અને પીઆઇ ઝાલાને શાલ ઓઠાડી સન્માનીત કરેલ હતા. અને કામગીરીને બીરદાવી હતી આતકે લલીતભાઇ વોરા, જેન્તીભાઇ બાલચા, અશોકભાઇ સોદીવા વિપુલભાઇ હિરપરા, દિલીપભાઇ હોતવાણી તેમજ ડી.જી.બાલધા સહીતના હાજર રહેલ અને ધોરાજી પત્રકારો પણ હાજર રહેલ હતા.

ધોરાજી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્પેકસનમાં આવેલા જીલ્લા પોલીસ વડા બલરામ મીના એ શહેર ના આગેવાનો ના પ્રશ્નો સાંભળેલ હતા.

પોલીસ લોકદરબાર માં sp બલરામ મીના DYSP જે એમ ભરવાડ પી.આઈ.એમ.વી.ઝાલા ની હાજરી માં લોકદરબાર યોજાયો હતો જેમાં પોલીસ ને લાગતી કોઈ રજુઆત હોઈ તો જણાવેલઙ્ગ

આ બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડલ ના પ્રમુખ લલિતભાઇ વોરા ભાજપ ના ડી જી બાલધા પ્લાસ્ટિક એસોસિએશન ના દલસુખભાઈ વગડીયા વિગેરે એ ત્રણ દરવાજા માં રેંકડી નો ત્રાશ નાગરિક બેન્ક ચોક માં રિક્ષા નો ત્રાસ મેઈન બજાર વિગેરે બાબતે રજુઆત કરાઈ હતી. જે બાબતે sp બલરામ મીના એ તાત્કાલિક ટ્રાફિક ની સમસ્યા હલ કરશે જે બાબતે ધોરાજી નગરપાલિકા એ સહયોગ આપવાનો રહેશે

કિશોરભાઈ રાઠોડ એ ૪ પોલીસ ચોકી ચાલુ રાખવા જણાવેલ જે બાબતે sp બલરામ મીના એ ચોકી બીટ જામદારો એ ચોકી માજ હાજર રહેવા જણાવેલ.

તેમજ ધોરાજી માં ચોરી લૂંટ વિગેરે બનાવો અટકાવવા CC Tv કેમેરા શહેર માં વિવિધ માર્ગો ઉપર રાખવા માટે શહેરી જનો નો સહયોગ માગેલ હતો.

સાધુ ની હત્યા બાબતે  જણાવેલ કે સાધુ ની હત્યા કરાઈ છે તે બાબતેજ તપાશ ચાલી રહી છે ટુક સમય માજ ભેદ ઉકેલાઈ જશે. લોક દરબાર માં નાગરપતિ ડી.એલ.ભાષા ઉપપ્રમુખ મકબુલભાઈ ગરણા દિલીપભાઈ હોતવાણી અશોકભાઈ સૌંદરવા અનુબાપુ જેન્તીભાઈ બાલધા પત્રકારો વિગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

(3:52 pm IST)