Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

જામનગરમાં જામ્યો શ્રાવણી જુગાર આઠ સ્થળે પોલીસના દરોડા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: જામનગર જિલ્લામાં શ્રાવણી જુગારની મોસમ પુર બહારમાં ચાલી રહી છે. તહેવારોના ટાકણી ખેલંદાઓ પણ જુગાર ઉપર હાથ અજમાવી રભ છે ત્યારે પોલીસ પણ જુગારઓને ઝડપવા મેદાનને ઉતરી છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચાર સ્થળો અને શહેરી વિસ્તારોમાં દરોડા પાડયા છે. જેમાં ૩૯ જુગારીઓ ઝડપાયા છે. આ જુગારના દરોડામાં ર૬ પુરૂષ ખેલંદાઓ અને ૧૩ મહિલાઓ જુગાર રમતી પોલીસે ઝડપી પાડી છે. આ દરોડા દરમ્યાન અડધા લાખથી વધુની મતા પોલીસે કબ્જે કરી જુગારધારાની જુદી જુદી કલમો હેઠળ ગુન્હા નોંધવામાં આવ્યા છે.

આવાસના પાર્કિંગમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત છ ઝડપાયા

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. અનિલભાઈ બાબુભાઈ જીલરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪–૮–ર૧ ના યુવાપાર્ક પાછળ, અટલ આવાસ યોજના એપાર્ટમેન્ટમાં પાર્કિંગના ભાગે જાહેરમાં રણજીતસાગર રોડ, જામનગરમાં આ કામના આરોપીઓ રમણીક મોહનભાઈ તરાવીયા, દક્ષાબેન રમણીકભાઈ તરાવીયા, ભાવનાબેન ગોરધનભાઈ ડોબરીયા, લક્ષ્મીબેન પરશોતમભાઈ મકવાણા, ગંગાબેન બાબુભાઈ તરાવીયા, નિમુબેન રમણીકભાઈ ડાંગરીયા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩૩૭૦– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મોટી નાગાજાર

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. શ્રીરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪–૮–ર૧ ના મોટી નાગાજાર ગામે દેવીપૂજકવાસની પાછળ, બાવળની ઝાડઓમાં આ કામના આરોપીઓ જીતેશ મગનભાઈ મકવાણા, દિલીપભાઈ ઘેાલભાઈ મકવાણા, સંજયભાઈ શીવાભાઈ મકવાણા, શૈલેષભાઈ બાધુભાઈ મકવાણા, વિજયભાઈ બાધુભાઈ મકવાણા, રે. મોટી નાગાજાર ગામવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩૪૬૦– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ખરેડી

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયદીપભાઈ રમેશભાઈ જેસડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪–૮–ર૧ ના ખરેડી ગામે પ્રકાશનગરમાં આવેલ સતી માતાજીના મંદિરના ખૂણે, સ્ટ્રીટલાઈટના અજવાળે આ કામના આરોપીઓ પ્રવિણભાઈ લખમણભાઈ બથવાર, ધર્મેશભાઈ રવજીભાઈ બથવાર, મહેન્દ્રભાઈ જીણાભાઈ બથવાર, સતારભાઈ ભીખાભાઈ દલ, રહીમભાઈ ઈસ્માઈલભાઈ દલ, રે. ખરેડી ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦૩૪૦– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દડીયા

પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરપાલસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪–૮–ર૧ના દડીયા ગામ ગોપાલ ડેરી વાળી ગલીમાં, સ્ટ્રીટલાઈટના અજવાળે આ કામના આરોપી નારણભાઈ ડાયાભાઈ હાથીયા, વલ્લભ બાબુભાઈ રોરીયા, ભુપતભાઈ દેવાભાઈ ધ્રાંગીયા, જયેશભાઈ સોમાભાઈ પરમાર, રવીભાઈ સામતભાઈ ચૌહાણ, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર૩,પ૯૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જોગવડ

મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિરેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪–૮–ર૧ ના જોગવડ ગામ થી પશ્યિમે  ઈટુના ભઠ્ઠા પાછળ આ કામના આરોપીઓ જેસુર દેવજીભાઈ ઘોડા, વજાભાઈ માણસુરભઈ ઘોડા, ભોળાભાઈ રામાભાઈ ઘોડા, ધાનાભાઈ ઉર્ફે સતીયો ધાંધાભાઈ ઘોડા, ભુરાભાઈ ભારાભાઈ સીંધીયા, રાયાભાઈ પીઠાભાઈ હાજાણી  રે. જોગવડ ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧ર,૮૯૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વર્લીમટકાના આંકડા લખતા બે શખ્સો ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ફૈઝલભાઈ મામદભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪–૮–ર૧ના બેડી નાકા પાસે, બનાશવાળી ગલીમાં આ કામના આરોપી ચંદુલાલ બાબુલાલ ખેતાણી, યોગેશ રમણીકલાલ નાનાણી, રે.જામનગરવાળા વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા ૧૧,ર૦૦/– તથા મોબાઈલ ફોન –૩ કિંમત રૂ.૩૦૦૦/– મળી કુલ રૂ.૧૪,ર૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

યોગેશ્વરધામ સોસાયટીમાં કુટણખાનું ઝડપાયું

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ. આર.એલ.આડેદરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪–૮–ર૧ ના યોગેશ્વરધામ સોસાયટી, આરોપીના –ર નબીરા ઉર્ફે નરગીશ મકબુલ જુમ્માભાઈ સુધાગુણીયા સુમરાના ભાડાના મકાનમાં બહારથી અન્ય સ્ત્ર્રીઓને વધુ પૈસા કમાવવાની લાલચ આપી પોતાના મકાને રાખી અન્ય પુરૂષ મારફતે શારીરીક શોષણ કરાવી શરીર સુખ માણવાની વ્યવસ્થા કરી આપી વૈશ્યાગીરીનો ધંધો કરાવી સાહેદ સોના વિનોદ રોબીન જૈન, તથા તેજલબેન વિનોદભાઈ કાપડીને કાયદેસરના પતિ સિવાય ના માણસ સાથે સંભોગ કરવા માટે પોતાની સાથે રાખી અન્ય આરોપી ગુલજારબેન ઉર્ફે પુજા ઉર્ફે શમીરા મહેંદીમામદ બહાદુરભાઈ અભવાણી, સબીર રજાકભાઈ બુખારી, નદીમ ઈશાક જુણેજા, કુટણખાનું ચલાવી આર્થીક લાભ મેળવી કુલ રોકડા રૂ.૩૪૦૦ તથા મોબાઈલ ફોન ૪૦૦૦/– મળી કુલ મુદામાલ રૂ.૭૪,૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

ઈલેકટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

જામનગર જિલ્લાના જોગવડ ગામે રહેતા રમેશભાઈ સવસીંગભાઈ બામણીયા, ઉ.વ.ર૬ એ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૪–૮–ર૧ના આ કામે મરણજનાર કમલસીંગ ઈન્દરસીંગ બામણીયા, ઉ.વ.રર, રે. જોગવડ ગામ નટુભા નારણજી જાડેજાની વાડીમાં મરણજનાર કમલસીંગ પોતાએ ભાગ્યુ વાવવા માટે રાખેલ વાડીના શેઢે આવેલ ઓરડીમાં પાણીની મોટર ચાલુ કરવા જતા અકસ્માતે તે ઈલેકટ્રીક શોર્ટ લાગતા સારવારમાં લઈ જતા મરણ થયેલ છે.

સગીરાનું અપહરણ થયાની રાવ

પંચ બી પોલીસ સ્ટેશનમાં તા. ર૪ ના રોજ ફરીયાદ નોંધાઈ છે કે, ફરીયાદીની સગીર વયની દિકરી ઉ.વ.૧૪ અને ૮ મહિના વાળીને આરોપી રણજીત ગણેશસિંહ રાજપુત, રે. દરેડ ગામવાળાએ તા. ૧૮ ના રોજ ફરીયાદીની દિકરી સગીર વયની હોવાનું જાણતો હોય છતા તેણીને લઈ લલચાવી ફોસલાવી લગ્ન કે બદકામ કરવાના ઈરાદે તેણીને તેના વાલીના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ છે.

વાડીના સેઢાનું કામ કરતા માર માર્યાની રાવ

પંચ એ પોલીસ સ્ટેશનમાં છગનભાઈ નાથાભાઈ મુંગરા, ઉ.વ.૬પ, રે. સુર્યપરા ગામ વાળા એ ફરીયાદ નોધાવી છે કે, તા.ર૪–૮–ર૧ ના બાડા ગામની સીમમાં ફરીયાદી છગનભાઈની વાડ માં સેઢો અલગ અલગ ત્રણ ચાર જગ્યાએ તોડી નુકશાન કરેલ હોય જે જગ્યાએ કામ કરતા હોય જેથી આ કામનો આરોપી હેમત રવજીભાઈ મુંગરા ઓચીતાના આવી ગયેલ અને તેના હાથમા ધોકો હોય જે ધોકા વડે ફરીયાદી છગનભાઈને ધોકો વડે તેમજ ઢીકાપાટુનો મારી મારી જોર જોર થી બિભત્સ ગાળો બોલી તેમજ વાડીએ ફરીથી આવીશ તો તને તથા તારા પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

અગમ્ય કારણોસર એસીડ પી લેતા યુવાનનું મોત

અહીં ભીમવાશ શેરી નં.૧ જામનગરમાં રહેતા હિનાબેન પ્રવિણભાઈ ટપુભાઈ વાઘેલા, ઉ.વ.૩૦ એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.પ–૮–ર૧ ના આ કામે મરણજનાર શીતલભાઈ પ્રાગજીભાઈ ઢાકેચા, ઉ.વ.ર૧, રે. મોટી ગોપ ગામવાળા ગોપ ગામના પાણીના ટાંકા પાસે કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે એસીડ પી લેતા સારવારમાં લાવતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

(12:49 pm IST)