Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

હવે મોરબીની ટાઇલ્સનાં ભાવમાં પણ આવશે ઉછાળો

સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં વધારો થતા એકમો પર મહિને સવા ચાર કરોડનું ભારણ વધ્યું છે

અમદાવાદ, તા.૨૪: મોરબીના સિરામિક ઉદ્યોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપની દ્વારા રાતોરાત વધારો કરવામાં આવ્યો છે. જેથી સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હાલમાં મંદી અને ટ્રક હડતાલ સહિતની મુશ્કેલી વેઠી ધીમે ધીમે ઉભો થઇ રહેલો સિરામિક ઉધોગને ફરી પાટું પડ્યું છે.

 ગુજરાત ગેસ કંપની દ્વારા હાલમાં એમજીઓ અને નોન એમજીઓથી જે ગેસ મેળવવામાં આવે છે તેના ભાવમાં ૪.૩૭ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ટેકસ સાથે પાંચ રૂપિયા જેટલો ભાવ વધારો થાય છે. જેથી  મોરબીની સિરામિક ટાઇલ્સની પડતર કિંમત ઊંચી થઈ જશે અને હાલમાં કેટલાક કારખાના બંધ કરવામાં આવ્યા છે. આ ભાવ વધારાથી મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર મહિને ૧૦૦ કરોડથી વધુનું ભારણ વધી જશે.

મોરબી સિરામિક વોલ ટાઈલ્સ એસો.ના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, નેચરલ ગેસમાં ભાવ વધારો તા.૨૪દ્મક અમલમાં એટલે આજથી ગેસના ભાવમાં વધારો થતાં સિરામિક ઉધોગ પર મહિને ૧૦૦ કરોડનું ભારણ વધ્યું  છે. કરાર વગર ગેસ ઉપયોગ કરતા ગ્રાહકોને પ્રતિ કયુબીક મીટર ૪૧.૪૬ રૂપિયા હવે ચૂકવવા પડશે. ત્રણ મહિનાનો કરાર પર જે ગ્રાહકો ગેસ લઈ રહ્યા છે તેમને પ્રતિ કયુબીક મીટર ૩૭.૫૧ રૂપિયા ચૂકવવા પડશે. મોરબી સીરામીક ઉધોગ દરરોજનો ૭૦ લાખ કયુબીક મીટર ગેસનો વપરાશ કરે છે. ગેસના ભાવ વધરાથી સિરામિક ઉદ્યોગને ફટકો પડયો છે.

 ઉલ્લેખનીય છે કે, મોરબીમાં સીરામીક એકમો વધતા જઈ રહ્યા છે જેની સામે ગેસના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે તો બીજી બાજજ વિશ્વાસ ની માં પાડો જણે એ કહેવત મુજબ સીરામીક ઉદ્યોગોને લાભ આપવાના બદલે સરકારે બોજ નાખ્યો હતો જેને લઈને અને એ પણ કોઈ જાણ કર્યા વિના જેને લઈને સીરામીક ઉદ્યોગકારોમાં નારાજગી જોવા મળી રહી છે.

(11:40 am IST)