Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

કડછના ૩૦ વર્ષિય સગર્ભાએ જુનાગઢની સરકારી હોસ્પિટલમા ત્રણ તંદુરસ્ત બાળકીઓને જન્મ આપ્યો

પોરબંદર તા.૨૫, મુળ માધવપુરનાં કડછ વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષિય જીણીબહેન પરમારે જુનાગઢની સરકારી હોસ્પિટલમાં ૩ બાળકીઓને જન્મ આપ્યો છે.

ગર્ભવસ્થાના સાત મહિના સુધી સોનોગ્રાફી સહિતની તપાસ કરાવવા આનાકાની કરનાર જીણીબહેને કડછ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય સ્ટાફ, મેડિકલ ઓફીસરની સમજાવટ બાદ સોનોગ્રાફી માટે તૈયાર થયા હતા. ગર્ભવસ્થાનાં સાતમાં મહિને સોનોગ્રાફી દરમિયાન ખ્યાલ આવ્યો કે, ગર્ભમાં ૩ બાળકો છે. સગર્ભાનુ હિમોગ્લોબીન પણ માત્ર ૫.૭ ટકા જ છે. પણ કડછ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓનાં પ્રયાસથી સગર્ભા ને જુનાગઢની સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા.
હોસ્પિટલે જીણીબહેને નોર્મલ ડિલીવરીમા ફૂલ જેવી ત્રણ બાળકીઓને જન્મ આપ્યો હતો. હાલ માતા અને ત્રણેય બાળકીઓ તંદુરસ્ત છે અને હોસ્પિટલથી રજા પણ આપવામાં આવી છે.

પોરબંદર જિલ્લાના કડછ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર ડો. ઇબ્રાહિમ મજેઠીયા તથા આરોગ્ય કર્મીઓ તથા આગેવાનોની મહેનતના કારણે જીણીબહેને સોનોગ્રાફી કરાવી હતી. અને તપાસ દરમિયાન ગર્ભમાં ૩ બાળકો હોવાનું તથા હીમોગ્લોબીન ઓછુ હોવાનું સામે આવ્યુ હતુ. પણ આરોગ્ય કેન્દ્રના સ્ટાફની સમજાવટ રંગ લાવી અને જીણીબહેને ત્રણ તંદુરસ્ત બાળકીઓને જન્મ આપ્યો.

(8:49 pm IST)