Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ધોરાજી તાલુકાનો નાની મારડ થી હાડફોડીનો માર્ગ બિસ્માર : તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સળંગ ત્રણ વર્ષથી રજુઆત

અધિકારીઓ મચક આપતા નથી : સરકારી બાબુઓ અને એજેન્સી વચ્ચે મિલીભગત :- નીતાબેન ચાવડા પ્રમુખ તાલુકા પંચાયત ધોરાજી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી :- ધોરાજી તાલુકામાં આવેલ નાની મારડ ગામથી હાડફોડી ગામને જોડતી સડક અત્યંત બિસ્માર હાલતમાં છે.
ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન રસિકભાઈ ચાવડાએ જણાવેલકે નાનીમારડ - હાડફોડી વચ્ચે નો માર્ગ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનેલો છે. જે રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. વર્ષ 2018 અને 2019 માં અને હાલ 2020 માં પણ  વારંવાર સંબંધિત વિભાગને પત્ર વ્યવહાર દ્વારા રજૂઆતો કરી છે. પરંતુ ત્રણ-ત્રણ વર્ષથી અટવાયેલા પ્રશ્ને અધિકારીઓ મચક આપતા નથી.
ત્રણ વર્ષથી સમસ્યા અણ ઉકેલ છે.ત્યારે સરકારી બાબુઓ અને એજેન્સી વચ્ચે મિલીભગત પણ હોઈ શકે તેવો આક્ષેપ કર્યો હતો.
ધોરાજી ના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ રીપેર કરવા લોકમાંગ ઉઠી રહી છે.

(6:30 pm IST)