Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ધોરાજીના યુવાન નું સ્તુતત્યભર્યું કાર્ય : પવિત્ર શ્રાવણ માસમાં શિવજીને દુગ્ધભિષેક બાદ વધેલા દૂધને ગરીબ બાળકોને આપ્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી :- ધોરાજી ખાતે વન મેન આર્મી ના નેજા હેઠળ ધોરાજી શહેરના યુવાને વર્તમાન ફેસબુકીયા કલચર થી હટીને સ્તુતત્ય ભર્યું કાર્ય કરી પ્રેરક દ્રષ્ટાંત આપ્યું છે.
ગત શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ અને આસ્તિકો દ્વારા શિવ મંદિરોમાં દૂધનો અભિષેક થતો હોય છે. જેમાં ધોરાજી ના યુવાન પૂર્વેન વૈષ્ણવ એ  "મિલ્ક બેંક ઓફ મહાદેવ" તરીકે સેવા કાર્ય શરૂ કરી ધોરાજી ના પંચનાથ મહાદેવ, રામજી મંદિર, સહિત મંદિરોમાં ભક્તો દ્વારા શિવજીને દૂધનો અભિષેક કર્યા બાદ વધતું દૂધ કેન માં નાખી એ દૂધ પછાત વિસ્તારોમાં જઈ ગરીબ બાળકોને પીવડાવ્યું હતું. દૂધ ને વેડફાતું અટકાવી શિવ ની સાથે જીવ ની સેવા કરી માનવતા સભર કાર્ય કર્યું હતું.

(6:28 pm IST)