Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ખોડલધામના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ નરેશ પટેલના પરિવારમાં ચાર સભ્યોના કોરોના રિપોર્ટ પોઝીટીવ : નરેશભાઈના મોટાભાઈ રમેશભાઈ તેમના પત્ની અને બે સંતાનો કોરોનાની ઝપટે ચડી ગયા

રાજકોટ : શહેરની જનકલ્યાણ સોસાયટીમાં રહેતા નરેશભાઇના મોટાભાઇ રમેશભાઇ તથા તેમના પત્ની અને બે સંતાનોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રમેશભાઇને સારવાર માટે સ્ટાર સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે સંક્રમિત થયેલા તેમના પત્ની અને સંતાનોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

ખોડલધામ પ્રમુખના પરિવારમાં કોરોનાના પગ પેસારાથી તેમના શુભચિંતકો તથા વિશાળ મિત્ર વર્ગમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે.

(5:40 pm IST)