Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

જામનગરની ઇરવીન હોસ્પિટલ (જી.જી. હોસ્પિટલ)ની જુની ઇમારતમાં આવેલ આઇસીયુ વિભાગની બાજુમાં આગઃ દર્દીઓને સહી સલામત બહાર કઢાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૫: આજે બપોર પછી જામનગરની ઇરવીન હોસ્પિટલ (જી.જી. હોસ્પિટલ)ના જુના મકાનમાં આગ ફાટી નીકળી છે. આઇસીયુ રૃમની બાજુમાં આગ લાગતા દર્દીઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ લખાય છે ત્યારે કલેકટર રવિશંકર, મેયર હસમુખભાઇ જેઠવા, મ્યુનિ. કમિશનર પટેલ સહિતના અધિકારીઓ તથા આગેવાનો હોસ્પિટલે પહોંચી ગયા છે. ફાયરબ્રિગેડ આગ બુઝાવવાની જહેમત ઉઠાવી રહ્યા છે. આગ લાગવાનું કારણ જાણવા મળતું નથી. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(4:35 pm IST)