Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ખોરાસા ગીરનો જય ચુડાસમા કાકીને મારી નાંખવા નીકળ્યો ને હત્યા ભિક્ષુકની કરી નાંખી

વાડીએ બીક લાગતા ભિક્ષુકને મોતને ઘાટ ઉતાર્યોઃ ગડુ ગામની હત્યાનો ભેદ ઉકેલાયો

તસ્વીરમાં ઝડપાયેલ શખ્સ તથા પોલીસ ટીમ નજરે પડે છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. રપઃ ગડુ ગામે ખોરાસા ગામના નાકેથી નંદનવન હોટલ તરફ જતા સર્વિસ રોડ ઉપર પંડિત પાસે એક અજાણ્યા પુરૂષની હત્યા કરાયેલ લાશ મળી આવેલ જે અંગે ચોરવાડ પો. સ્ટે. ગુ.ર.નં.૧૧ર૦૩૦૧રર૦૦૬૦૧/ ર૦ર૦ આઇ.પી.સી. કલમ ૩૦ર તથા જી.પી. એકટ કલમ ૧૩પ મુજબનો ગુન્હો અજાણ્યા ઇસમ વિરૂધ્ધ દાખલ થયેલ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા જુનાગઢ જીલ્લાના વનયિુકત પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્રીની સુચના મુજબ માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહીના માર્ગદર્શન હેઠળ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ તથા ચોરવાડ પોલીસની અલગ અલગ ટીમો બનાવી ગુન્હો ભેદ ઉકેલવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ  હતો.

જેમાં ખોરાસા ગીર ગમનો જય રમેશભાઇ ચુડાસમાં કોળી હોવાની ખાનગી બાતમીદારો દ્વારા જાણવા મળેલ હોય અને તેની તપાસ કરતા મજકુર ઇસમ ગઇ તા. ૧૭-૮-ર૦ર૦ થી ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગયેલ હોય અને ઘરે હાજર મળી આવેલ નહી જેથી તેના ઉપર શંકા વધુ પ્રબળ બનતા મજકુર ઇસમની તપાસ કરતા અને અંગત બાતમીદારોથી જાણવા મળેલ કે, મજકુર ઇસમ હાલ ગડુ ચેક પો.સ્ટે. નજીકમાં છે. તેવી ચોક્કસ હકિકત મળતા મજકુરની તપાસ કરતા મળી આવેલ હોય. જેથી પુછપરછ કરતા જણાવેલ છે કે તેના કાકી જયાબેન હસમુખભાઇ ચુડાસમા સાથે માથાકુટ થયેલ હોય. જેથી ઘરે પોતાના મમ્મી-પપ્પા સાથે ઝગડો કરી ઘરેથી નીકળી ગયેલ હતો. અને વાડીએ તેના કાકી જયાબેન હરસુખભાઇ ચુડાસમાને મારી નાખવા નીકળેલ હતો. પરંતુ વાડીને કુતરા અને પોતાને બીક લાગતા ખોરાસા વાડીએથી ચાલીને ગડુ ગામે આવેલા નંદવન જવાના સર્વિસ રોડ ઉપર પંડીત પાન આગળ એક અજાણ્યો ભિક્ષુક જેવો ઇસમ બેસેલ હોય અને તેને મિત્રતા કરવાનું કહેતા મિત્રતા કરવાની ના પાડતા નજીકમાં પડેલ સોડા બોટલ તથા પથ્થર વડે માર મારેલ અને કાળ કલર જેવા રબ્બરના પટ્ટાથી તેનું ગળુ દબાવી મોત નિપજાવેલ હોવાની હકિકત જણાવેલ છે.

આ કામગીરીમાં માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક જે. ડી. પુરોહીત તથા ક્રાઇમ બ્રાન્ચના ઇ.ચા. પો. ઇન્સ. આર. કે. ગોહીલ, તથા ચોરવાડ પોલીસ સ્ટેશનના પો. સબ. ઇન્સ. કે. બી. લાલકા તથા પો. સ. ઇ. શ્રી ડી. જી. બડવા તથા વા. પો. સ. ઇ. ડી. એમ. જલુ તથા પો. હે. કો. ભરતભાઇ સોનારા, વિક્રમભાઇ ચાવડા, શબ્બીરખાન બેલીમ, ભરતભાઇ ઓડેદરા, તથા સાહીલ સમા, ડાયાભાઇ કરમટા, દિવ્યેશભાઇ ડાભી, જયદિપભાઇ કનેરીયા, ભરતભાઇ સોલંકી, ડ્રા. પો. કો. માનસિંગભાઇ બારડ તથ ચોરવાડ પો. સ્ટે.ના પો. હે. કો. પ્રકાશ ડાભી, દિલીપભાઇ કાગડા, પાંચાભાઇ કરમટા, તથા પો. કો. ભાવસિંહ, બાલુભાઇ, સુખદેવભાઇ, પ્રવિણભાઇ, તથા ડ્રા. પો. કો. ભરતભાઇ તથા જી. આર. ડી. સભ્ય સુરેશભાઇ વાળા, અજયભાઇ વાળા વિગેરે પો. સ્ટાફએ કરેલ છે.

(4:03 pm IST)