Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

વિસાવદરમાં અડધો ઇંચ : રાજકોટ સહિત ૧ર તાલુકામાં ઝાપટા : પવનના સૂસવાટા

રાજકોટ, તા.રપ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલ બપોરથી મેઘરાજાએ વિરામ લીધો છે. જો કે હળવા-ભારે ઝાપટા વરસી રહ્યા છે.

આજે સવારે ૧૦થી બપોરના ર વાગ્યા સુધીમાં જુનાગઢ જીલ્લાના વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

જયારે રાજકોટ, અમરેલી, બગસરા, બાબરા, જામનગર, માંગરોળ, વિસાવદર, જેસર, ભચાઉ, રાપર, લખપત, ઉના, કોડીનાર સહિત ૧ર તાલુકામાં ઝાપટા પડયા છે.

બપોરથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનના સૂસવાટા ફૂંકાઇ રહ્યા છે.

(4:02 pm IST)