Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના હડમતીયા ગામે પાણીમાં તણાઇ જવાથી માલધારી વૃદ્ધનુ મોત : ભેંસો લઈને નદી પાર કરી રહ્યા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ

જુનાગઢ :::જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના હડમતીયા ગામે ગઈકાલે ભારે વરસાદ આવવાથી પૂરના પાણીમાં તણાઈ જવાથી એક વ્યક્તિનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

         પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના હડમતીયા ગામે ગઈકાલે ભારે વરસાદ આવવાથી એક માલધારી ભેસાણ તાલુકાના હડમતીયા ગામના રહીશ બાબુભાઈ મુળાભાઈ ખોડા ઉમર વર્ષ ૫૫ આગળ પોતાના ઘરે ભેંસો લઈને જતા હતા ત્યારે નદી પાર કરતા હતા ત્યારે અચાનક નદીમાં ભારે પાણી આવવાથી તેઓ તણાયા હતા જેને લઈ ગઈ કાલે બપોરે એક વાગ્યાના અરસામાં તે આગળ તણાયા હતા.

 બાદમાં ગ્રામજનોને માલૂમ થતાં તેઓએ જેસલના મામલતદાર શ્રી નીરવ બ્રહ્મભટ્ટ  ને તેમ જ પીએસઆઇ રવિન્દ્ર સિંહ જાડેજા તેમજ ભેસાણ તાલુકા વિકાસ અધિકારીશ્રી બાંભણિયા  ને જાણ કરાતા તમામ ઘટના સ્થળે પહોંચી ગયા હતા બાદમાં તેઓએ જુનાગઢ થી એનડીઆરએફની ટીમ ને જાણ કરતાં તેઓ સ્થળ પર એક વાગ્યે આવી પહોંચ્યા હતા બાદમાં તેમની શોધખોળ ચાલુ કરી હતી.

 સોનરખ નદીમાં સાંજ સુધી તેઓએ જહેમત ઉઠાવી પરંતુ તે આગળ ની લાશ મળે ન હતી બાદમાં બીજા દિવસે નદીમાં પાણી ઉતરતાની સાથે ગ્રામજનો ઘરના સભ્યોને સાથે રાખી ગોતવા નીકળ્યા હતા ત્યારે  અંદર જાળમાં ફસાઇ ગયેલી  લાશ મળી આવી હતી બીજા દિવસે ગ્રામજનોએ ભેસાણ રવિન્દ્ર સિંહ જાડેજા તેમજ ભેસાણ મામલતદાર તેમજ ભેસાણ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી જાણ કરતાં તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા બાદમાં આત ઘટનાસ્થળે ભેસાણ તાલુકાના અગ્રણી સહિતના ગ્રામજનો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા અને તંત્રની મદદ કરી હતી બાદમાં સ્થળે પણ પોલીસે રોજકામ કરી તે ડેડ બોડીને ભેસાણ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ  માટે ખસેડવામાં આવ્યા હતા તે મૃતક ભેસાણ તાલુકાના હડમતીયા ગામના રહીશ બાબુભાઈ મુળાભાઈ ખોડા ઉમર વર્ષ ૫૫ આ તમામ આગેવાનો તેમજ અધિકારીઓ એ ઘરના તમામ સભ્યો ને આ સોનું આપ્યું હતું.

(3:20 pm IST)