Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

અમરેલી જેલમાં ચાલતો'તો પીસીઓ : ખોટા મેડિકલ સર્ટીનો વેપાર

જીલ્લા જેલમાં ખોટા દસ્તાવેજો બતાવીને મેળવેલા સીમકાર્ડ તથા મોબાઇલ ફોન જેલમાં મોકલાતા : વીઆઇપી યાર્ડમાં એન્ટ્રી લઇને કેદીઓ પાસેથી ઉંચા દરે પૈસા વસુલ કરી-વહીવટના રેકેટનો પર્દાફાશ

તસ્વીરમાં ઝડપાયેલા શખ્સો અને પોલીસ ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૫: અમરેલી જીલ્લા જેલમાં કેદીઓ દ્વારા ખોટા દસ્તાવેજો બતાવી -રજુ કરીને મેળવેલ સીમકાર્ડ તથા મોબાઇલ જેલમાં લઇ જઇને વીઆઇપી યાર્ડમાં એન્ટ્રી લઇને કોલ કરવા તથા અન્ય કેદીઓ પાસેથી ઉંચા દરે પૈસા વસુલ કરીને વહિવટ કરવાના રેકેટનો પર્દાફાશ થયો છે. અને જેલમાં પીસીઓ તથા ખોટા મેડિકલ સર્ટીફિેકેટ બનાવવાના વેપારનો પર્દાફાશ થયો છે. આ પ્રકરણમાં ૬ શખ્સોની ધરપકડ કરાઇ છે. જ્યારે ૬ શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છે.

અધિક પોલીસ મહાનિદેશકશ્રી. જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, અમદાવાદનાઓ ઝડતી સ્કોડના જેલર ગ્રુપ-ર શ્રી.આર.ડી.કરંગીયા દ્વારા ગઇ તા.૨૯/૦૭/૨૦૨૦ ના રોજ અમરેલી જિલ્લા જેલની ઝડતી કરતાં જેલના યાર્ડ નં. પ ની પશ્યિમ તરફની દિવાલના બહારના ભાગેથી એક સેમસંગ કંપનીનો DUAL SIM મોબાઇલ ફોન મળી આવેલ હતો. જેલમાં મોબાઇલ ફોન પ્રતિબંધિત હોવા છતાં કોઇ આરોપીએ જેલમાં મોબાઇલ ફોનનો ગેરકાયદેસર પ્રવેશ કરાવી, જેલમાંથી અનઅધિકૃત રીતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરેલ હોય, કયા કયા આરોપીઓએ આ મોબાઇલ ફોનનો જેલમાંથી અનઅધિકૃત રીતે ઉપયોગ કરેલ છે, તેમજ આ મોબાઇલ ફોનનો ઉપયોગ કોઇ ગુનાહિત પ્રવૃતિ કરવા માટે ઉપયોગ થયેલ છે કે કેમ ? તે અંગે તપાસ કરવા માટે ઝડતી સ્કોડના જેલરશ્રીએ અજાણ્યા આરોપી વિરૂધ્ધ ફરિયાદ આપતાં અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૦૧૩૨૦, ઇ.પી.કો. કલમ ૧૮૮ તથા પ્રિઝન એકટ કલમ ૪૨, ૪૩ તથા ૪૫ ની પેટા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજી. થયેલ. જે ગુન્હાની પ્રાથમિક તપાસ અમરેલી સીટી પો.સ્ટે.ના હેડ કોન્સ. એન.વી.લંગાળીયા દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.

જિલ્લા જેલમાંથી ઝડતી તપાસ દરમ્યાન મોબાઇલ ફોન મળી આવતાં અમરેલી જિલ્લા જેલમાં મોટું ષડયંત્ર ચાલી રહ્યું હોવાની શંકા જતાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુન્હાની તપાસ અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટાને સોંપેલ અને આ ગુન્હામાં સંડોવાયેલ તમામ ઇસમો સામે ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે આધારે શ્રી.આર.કે.કરમટા દ્વારા આ ગુન્હાની તપાસ સંભાળી, ટેકનીકલ રીતે તપાસ કાર્યવાહી હાથ ધરેલ. જે તપાસ દરમ્યાન આઇ.પી.સી ની કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૩૮૪, ૧૯૩, ૫૧૧, ૧૨૦(બી), ૧૧૪, ૩૪ મુજબ ઉમેરો કરવામાં આવેલ છે.

જેલમાં હોવા છતાં ગેરકાયદેસર ધંધા કરવા અને તમામ સુવિધાઓ ભોગવવા માટે સૌથી પહેલાં સાંઠ-ગાંઠ કરીને યાર્ડ નં. પ માં પ્રવેશ મેળવવાનો હોય છે. યાર્ડ નં. પ ના ૯ કે ૧૦ નંબરના બેરેકમાં પ્રવેશ મેળવ્યા બાદ ત્યાં કેદીઓ પોતાની ગુનાહિત પ્રવૃતિઓ આચરી શકે છે. અમરેલી જિલ્લાના ટોચના ગુનેગારો આ V.I.P. બેરેક નં. ૯ તથા ૧૦ (એટલે કે એક જ યાર્ડ નં. ૫) માં રહે છે. આ બેરેકમાં રહેતા તમામ કેદીઓ મોબાઇલ ફોન વાપરે છે અને અન્ય કેદીઓ પાસેથી કોલ કરવા માટે ઉચા દરે પૈસા મેળવવાનો વહીવટ કરે છે. આ યાર્ડમાં નીચેની યાદીમાં જણાવ્યા મુજબના ખુંખાર આરોપીઓ રહે છે.

આ ગુન્હાની તપાસ દરમ્યાન મેળવવામાં આવેલ ટેકનીકલ વિગતો આધાર કહા શકાય કે, આ યાર્ડ નં. પ માં કુલ ૪૦ IMEIઅને ૧૭ જેટલા મોબાઇલ નંબરોનો ઉપયોગ થયેલ છે. જે ખુબ જ મોટા પ્રમાણમાં કેદીઓ પોતાની ગેરકારયદેસર પ્રવૃતિઓ માટે ધંધો ચલાવે છે. જેલ બહારના વ્યકિતઓએ જેલના કેટલાક કેદીઓ સાથે મળીને પોતાનો આર્થિક ફાયદો મેળવવા માટે જેલમાં મોબાઇલ ફોન તથા સીમકાર્ડ પ્રવેશ કરાવવાનું કાવત્રું ઘડેલ હતું. અને આ કાવત્રાના ભાગ રૂપે આરોપીઓએ પોતાના નામે તેમજ પોતાના ઘરના સભ્યોના નામે સીમકાર્ડ લીધેલ હતાં. આ ઉપરાંત અન્ય ઇસમોના ઓળખપત્ર છેતરપીંડી કરી મેળવી, ખોટું નામ ધારણ કરી, સીમકાર્ડ મેળવેલ હતાં અને પછી યેન-કેન પ્રકારે કોઇ પણ રીતે મોબાઇલ ફોન તથા મોબાઇલ સીમ કાર્ડ જેલમાં પ્રવેશ કરાવેલ. જેલમાં આ મોબાઇલ ફોનનો પોતે ઉપયોગ કરી, જેલની બહારની વ્યકિતઓ સાથે વાત કરતા હતાં.

બેરેક નં. ૯ તથા ૧૦ ના કેદીઓ જેલમાં અન્ય કેદીઓ પાસેથી જેલની બહારની વ્યકિત સાથે મોબાઇલ ફોન ઉપર વાત કરવા માટે ઉંચા દરે પૈસા મેળવી, ન આપે તો બળજબરીથી પણ કોલ કરવા માટેના પૈસા ઉઘરાવી, ૨૦૦ ચલાવતા હતાં. અમરેલી જિલ્લા જેલમાંથી ફકત જેલની બહારની વ્યકિતઓ સાથે જ નહીં પરંતુ સુરત જિલ્લા જેલના કેદીઓ સાથે પણ મોબાઇલ ફોન ઉપર વાત-ચીત થતી હોવાનું તપાસ દરમ્યાન ખુલવા પામેલ છે.

અમરેલી જિલ્લા જેલમાં રહેલ કેદી કાંતિ વાળા રાજકોટના ડોકટર ધીરેન દ્યીવાલા પાસેથી પોતાના જામીન મેળવવા માટે ખોટા મેડીકલ સર્ર્ટી. બનાવડાવતો હતો. અને જેલમાં રહેલ બાકી કેદીઓને પણ જામીન મેળવવા માટે ખોટા મેડીકલ સટી. બનાવવા ડોકટરનો સંપર્ક કરાવી આપતો હતો.

જેલમાંથી ચાલતા PCO ની હકીકત બહાર આવતાં આ ગુન્હામાં સંડોવાયેલ તમામ ઇસમો સામે કડક કાર્યવાહી થાય તે માટે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય  દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવેલ. જેમાં મુખ્ય માર્ગદર્શક અધિકારી તરીકે શ્રી.એમ.એસ.રાણા, ના.પો.અધિ. અમરેલી વિભાગ તથા મુખ્ય તપાસનીશ અધિકારી તરીકે શ્રી.આર.કે.કરમટા અને સહાયક તપાસનીશ અધિકારી તરીકે (એમ.એ.મોરી, પો.સ.ઇ. એસ.ઓ.જી. અમરેલી. એન.એ.વાઘેલા, પો.સ.ઇ. ધારી પો.સ્ટે. વાય.પી.ગોહિલ, પો.સ.ઇ. લાઠી પો.સ્ટે. તથા જે.એમ.કડછા, પો.સ.ઇ. કોમ્પ્યુટર સેલ, અમરેલી નાઓની નિમણુંક કરવામાં આવેલ.

સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) દ્વારા આ ગુન્હાની જીણવટ ભરી રીતે તપાસ કરી, પુરાવાઓ મેળવી, નીચે મુજબના આરોપીઓ અટક કરવામાં આવેલ.

અટક કરેલ આરોપીઓમાં (૧) નરેશ ઉર્ફે નરશી ભીખાભાઇ વાળા, ઉ.વ.૩૧, રહે.ચિત્ત્।લ, તા.જિ.અમરેલી. (૨) શિવરાજ ઉર્ફે મુન્નો રામકુભાઇ ઉર્ફે રામભાઇ વિંછીયા, રહે.રબારીકા, તા.જેસર, જિ.ભાવનગર. (૩) બાલસિંગ જયતાભાઇ બોરીચા, રહે.લુવારા, તા.સાવરકુંડલા. (૪) નરેન્દ્ર ઉફે નટુભાઇ સુરગભાઇ ખુમાણ, રહે.સેંજળ, તા.સાવરકુંડલા. (૫) ગૌતમ નાજકુભાઇ ખુમાણ જે નરેન્દ્ર ઉર્ફે નટુભાઇ સુરગભાઇ ખુમાણનો દત્ત્।ક પુત્ર, રહે.સેંજળ,તા.સાવરકુંડલા. (૬) ડો.ધીરેન મોરારભાઇ ધીવાલા. રહે.રાજકોટ, રેસકોર્ષ. રામેશ્વર ચોકનો સમાવેશ થાય છે.

જ્યારે (૧) કાંતિ મુળજીભાઇ વાળા, રહે.સાવરકુંડલા. (ર) સુરેશ ઉર્ફે સુરા સાર્દુળભાઇ હાડગરડા, રહે.નાગધ્રા, તા.ધારી, જિ.અમરેલી. (૩) શૈલેષ નાથાભાઇ ચાંદુ, રહે.દોલતી, તા.સાવરકુંડલા.

(૪) દાદુ નાથાભાઇ ચાંદુ, રહે.દોલતી, તા.સાવરકુડલા, જી.અમરલી. (૫) ઇરફાન ઉર્ફે ટાલકી મહંમદભાઇ ખીમાણી, રહે.અમરેલી, જુમ્મા મસ્જિદ પાસે. (૬) ભુપત હિરાભાઇ વાઘેલા, ઉં.વ.૩૬, રહે.લીખાળા, તા.સાવરકુંડલા, જિ.અમરેલીની શોધખોળ હાથ ધરાઇ છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ-

(૧) નરેશ ઉફે નરશી ભીખાભાઇ વાળા, ઉં.વ.૩૧, રહે.ચિત્ત્।લ, તા.જિ.અમરેલી વાળા વિરૂધ્ધ છેડતી, ધાક ધમકી, મારા-મારીનાં કુલ - ર ગુન્હા નોંધાયેલ છે.

(૨) શિવરાજ ઉર્ફે મુન્નો રામકુભાઇ ઉર્ફે રામભાઇ વિંછીયા, રહે.રબારીકા, તા.જેસર, જિ.ભાવનગર વાળા વિરૂધ્ધ ત્રિપલ મર્ડર, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ, ગેર કાયદેસર હથિયાર, વિદેશી દારૂ રાખવાના, GUJCTOC ACT, દારૂ પીવાનાં, મહેફીલનાં મળી, કુલ ૯ ગુન્હાઓ નોંધાયેલ છે.

(૩) બાલસિંગ જયતાભાઇ બોરીચા, રહે.લુવારા, તા.સાવરકુંડલા વાળા વિરૂધ્ધ વિદેશી દારૂ ૮૨૫૨, GUJCTOC ACT તથા કેફી પીણું પીધેલ હાલતમાં વાહન ચલાવવાનાં મળી કુલ ૧૦ ગુન્હાઓ નોંધાયેલ છે.

(૪) શૈલેષ નાથાભાઇ ચાંદુ, રહે.દોલતી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળા વિરૂધ્ધ ત્રિપલ મર્ડર, ખુનની કોશીષ, લુંટ, મારા મારી, ગુનાહિત ધમકી, બળ જબરીથી કઢાવી લેવું, એટ્રોસીટી, ગેરકાયદેસર હથિયાર રાખવું, GUJCTOC ACT, પ્રોહિબીશન સહિતના ૯ ગુન્હાઓ નોંધાયેલ છે.

(પ) નરેન્દ્ર ઉર્ફે નટુભાઇ સુરગભાઇ ખુમાણ, રહે.સેંજળ, તા.સાવરકુંડલા વાળા વિરૂધ્ધ ગેરકાયદેસર રાખવાનાં, GUJCTOC ACT તેમજ ગેરકાયદેસર વ્યાજ વટાવનાં મળી કુલ પ ગુન્હાઓ નોંધાયેલ છે.

(૬) ગૌતમ નાજકુભાઇ ખુમાણ જે નરેન્દ્ર ઉર્ફે નટુભાઇ સુરગભાઇ ખુમાણનો દત્ત્।ક પુત્ર, રહે.સેંજળ, તા.સાવરકુંડલા વાળા વિરૂધ્ધ ગેરકાયદેસર રાખવાનાં તેમજ ગેરકાયદેસર વ્યાજ વટાવ, GUJCTOC ACT તથા દારૂની મહેફીલનાં મળી કુલ ૬ ગુન્હાઓ નોંધાયેલ છે.

(૯) ઇરફાન ઉર્ફે  ટાલકી મહંમદભાઇ ખીમાણી, રહે.અમરેલી, જુમ્મા મસ્જિદ પાસે વાળા વિરૂધ્ધ ખાટો દસ્તાવેજ બનાવવાનાં, મારા મારી, ધાક ધમકી, ગેરકાયદેસર હથિયાર, તેમજ વિદેશી દારૂની હેરફેર/કબ્જાનાં કુલ ૮ ગુન્હાઓ નોંધાયેલ છે.

(૮) ભુપત હિરાભાઇ વાદ્યેલા, ઉ.વ.૩૬, રહે.લીખાળા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળા વિરૂધ્ધ ખુનની કોશીષનો ૧ ગુન્હો નોંધાયેલ છે.

(૯) દાદુ નાથાભાઇ ચાંદુ, રહે.દોલતી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળા વિરૂધ્ધ બળાત્કાર, બળજબરીથી પૈસા પડાવી લેવા વિગેરે મળી કુલ ૩ ગુન્હા નોંધાયેલ છે.

(૧૦) કાંતિ મુળજીભાઇ વાળા, રહે.સાવરકુંડલા વાળા વિરૂધ્ધ ખુન, છેડતી, પ્રિઝન એકટ હેઠળ મળી કુલ - ૩ ગુન્હા નોંધાયેલ છે.

(૧૧) સુરેશ ઉર્ફે સુરા ર્સાુળભાઇ હાડગરડા, રહે.નાગધ્રા, તા.ધારી, જિ.અમરેલી વાળા વિરૂધ્ધ લુંટની કોશિષ, છેતરપીંડી, બળાત્કાર, એટ્રોસીટી, મારા મારી સહિત કુલ ૬ ગુન્હા નોંધાયેલ છે.

આ ગુન્હાની તપાસ હાલ શરૂ છે અને હજી પણ આમાં વધુ આરોપીઓ સંડોવાયેલ હોવાની શકયતા હોય, તપાસ દરમ્યાન સંડોવણી જણાઇ આવ્યેથી હજી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમના એમ.એસ.રાણા, ના.પો.અધિ. અમરેલી વિભાગ તથા શ્રી.આર.કે.કરમટા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એલ.સી.બી. અમરેલી, શ્રી.એમ.એ.મોરી, પો.સ.ઇ. એસ.ઓ.જી. અમરેલી, શ્રી.એન.એ.વાદ્યેલા, પો.સ.ઇ. ધારી પો.સ્ટે, શ્રી.વાય.પી.ગોહિલ, પો.સ.ઇ. લાઠી પો.સ્ટે, શ્રી.જે.એમ.કડછા, પો.સ.ઇ. કોમ્પ્યુટર સેલ, અમરેલી અમરેલી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

 

ક્રમ

કેદીનું નામ

કયા ગુન્હામાં જેલમાં છે ?

૧.

કાંતિ મુળજીભાઇ વાળા. રહે. સાવરકુંડલા

ખુન

ર.

શિવરાજ ઉર્ફે મુન્નો રામકુભાઇ વિંછીયા

GUJCTOC ACT

૩.

શૈલેષ નાથાભાઇ ચાંદુ, રહે. દોલતી,

તા.સાવરકુંડલા

GUJCTOC ACT

 

 

૪.

બાલસિંગ જયંતભાઇ બોરીયા,

રહે. લુવારા, તા. સાવરકુંડલા

GUJCTOC ACT

 

 

પ.

સુરા સાર્દુલભાઇ હાડગરડા.

રહે. નાગધ્રા, તા. ધારી

બળાત્કાર અને એટ્રોસીટી

 

૬.

ઇરફાન ઉર્ફે ટાલકી મહમદભાઇ

ખીમાણી રહે. અમરેલી

આર્મ્સ એકટ

(3:02 pm IST)