Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

જુનાગઢ જીલ્લાનો મોસ્ટ વોન્ટેન્ડ-ખૂન-અપહરણ સહિતના ગુન્હામાં ફરાર પૂંજા રાડા ઝડપાયો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., રપઃ  રેન્જન નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ જુનાગઢ જીલ્લાના નવનિયુકત પોલીસ અધિક્ષક રવી તેજા વાસમસેટ્ટી માર્ગદર્શન હેઠળ જુનાગઢ જીલ્લાનો માથાભારે પુંજા દેવરાજ રાડા રહે. જુનાગઢ લીરબાઇપરા વાળો સને. ર૦૧૧ થી નાસતો ફરતો હોય. જે આરોપીને શોધી કાઢવા જુનાગઢ જીલ્લાના ક્રાઇમ બ્રાન્ચના ઇંચા. પોલીસ ઇન્સ્પેકટર  આર.કે.ગોહીલ  તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પ્રયત્નો હાથ ધરતા ઇચા. પો.ઇ. આર.કે.ગોહીલ તથા ટીમના સાહીલ સમા, શબ્બીરખાન બેલીમ, ડાયાભાઇ કરમટા, વિક્રમભાઇ ચાવડા, યશપાલસિંહ જાડેજાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી.

જેમાં પુંજા દેવરાજ રાડા પોતાના હવાલાના ટ્રક રજી. નં. જીજે ૧ર ઝેડ ૯૮૩૮માં ટ્રકમાં સિમેન્ટના ભુંગળા ભરીને નિકળેલ છે અને રાજકોટથી સુરેન્દ્રનગર તરફ જવાનો છે તેવી ચોક્કસ હકીકત મળતા તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચના ઇચા. પો.ઇ.શ્રી આર.કે.ગોહીલ તથા સાથેના પો.સ્ટાફના પો.હે.કો. શબ્બીરખાન બેલીમ, વિક્રમભાઇ ચાવડ તથા પો.કો. સાહીલ સમા, યશપાલસિંહ જાડેજા, ડાયાભાઇ કરમટા નાઓ દ્વારા ખાનગી વાહનમાં વેશ પલ્ટો કરી રાજકોટથી ચોટીલા હાઇવે ઉપર ઉપરોકત ટ્રકની વોચમાં રહેતા સદરહુ઼ ટ્રક ચોટીલા નજીક મળી આવતા ટ્રકનો પીછો કરવામાં આવેલ અને ટ્રક ડોળીયા બાઉન્ડ્રીથી સુરેન્દ્રનગર તરફ જતા મુળી ગામ નજીક ટ્રક આડે ખા.વા.નાખી ટ્રકને રોકાવતા આરોપી પુંજા દેવરાજ રાડા અચાનક પોલીસને જોઇ હેબતાઇ ગયેલ અને ટ્રકની કેબીનમાંથી ઝડપી લીધો છે.

આરોપી પુંજા દેવરાજ રાડાએ જુનાગઢના બટૂકભાઇ હંસરાજભાઇ મકવાણા રહે. જોષીપરાવાળાની દિકરી સાથે પ્રેમ સબંધ હોય. જેથી તેની સાથે બીજા લગ્ન કરેલ હોય અને સને ર૦૧૧ માં મજકુર ઇસમનું આરોી તરીકે નામ ખુલતા તેના સસરા બટુભાઇની ઘરે આશરે સાડા ચાર વર્ષ સુધી રહેતો હતો અને આ દરમ્યાન પોતે કોઇને મળતો નહી અને પોતાનું નામ કોઇને જણાવતો નહીં, ત્યારબાદ તેની પત્ની તથા સસરા બટુકભાઇ અને બીજી પત્નીથી થયેલ બાળકો સાથે રાજકોટ-મોરબી જકાતનાકા પાસે રહેવા જતો રહેલ હતો દરમ્યાન તેની બીજી પત્ની સાથે ઝગડો થતા અને મજકુર વિરૂદ્ધ ઘરકંકાસ અંગે મહીલા પોલીસમાં ફરીયાદ કરતા તેના માણસ સાયર ઉર્ફે સમીર મહમંદભાઇ શેખ રહે. જુનાગઢ ૬૬ કેવી પો વાળાને ત્યા પાંચેક મહિના રોકાયેલ ત્યારબાદ કચ્છ-મુંદ્રા મુકામે બે થી અઢી વર્ષ રોકાયેલ અને ત્યારબાદ મોરબી સલીમ ગુલમહમદ સાંધવાળા સાથે રહેવા આવી ગયેલ અને સલીમ સાથે પોતાના ટ્રક રજી નં.જી.જે.૧ર-ઝેડ-૯૮૩૮ ના ટ્રકમાં માલસામાન ભરી અલગ-અલગ રાજયોમાં ફેરામાં જતો હતો.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના ઇ.ચા. પો.ઇન્સ. આર.કે.ગોહીલ, તથા પો. સ.ઇ.શ્રી ડી.જી.બડવા તથા વા.પો.સ.ઇ.શ્રી ડી.એમ.જલુ તથા પો.હે.કો.વિજયભાઇ બઢવા, ભરતભાઇ સોનારા, વિક્રમભાઇ ચાવડા શબ્બીરખાન બેલીમ, ભરતભાઇ ઓડેદરા, દેવસીભાઇ નંદાણીયા, નિકુલ પટેલ, જીતેષ મારૂ, તથા સાહીલ સમા, ડાયાભાઇ કરમટા, યશપાલસિંહ જાડેજા, કરશનભાઇ દિનેશભાઇ કરંગીયા, દિવ્યેશભાઇ ડાભી, જયદીપભાઇ કનેરીયા, ભરતભાઇ સોલંકી, તથા મહીલા પો.કો.વીણાબેન નાગાણી, તથા ડ્રા.પો. કો.માનસિંગભાઇ બારડ વિગેરે પો.સ્ટાફએ કરેલ છે.

(2:57 pm IST)