Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

વેરાવળ જેલના ૧૦ કેદીઓને કોરોના પોઝીટીવ

જેલર તથા કર્મચારીઓ અને અન્ય કેદીઓના આરોગ્યની ચકાસણી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ,તા. ૨૫: ગીર સોમનાથ જીલ્લાના વેરાવળની જેલના ૧૦ કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા દોડધામ મચી ગઇ છે. કાલે જુદા-જુદા ૫૦ જેટલા કેદીઓના સેમ્પલો લઇને કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાંથી ૧૦ કેદીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને સારવાર માટે વેરાવળની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જે ૧૦ કેદીઓના કોરોના રિપોર્ટ  પોઝીટીવ આવ્યા છે તેમાં મહેશભાઇ રૂડાભાઇ (પ્રભાસ પાટણ), ધાનાભાઇ લાખાભાઇ બાંભાણીયા (પ્રભાસ પાટણ), સામતભાઇ ચીનાભાઇ પડાડ, હિતેશભાઇ હમીરભાઇ વાઢેર, નીલેશભાઇ હમીરભાઇ વાઢેર,  હમીરભાઇ દેવશીભાઇ વાઢેર (તાલાલ), મહમદ સોહીલ રફિકાભાઇ સીરાજી (વેરાવળ સિટી), માલદે રાણાભાઇ નાધેરા (તાલાલા), મુકેશભાઇ કમાભાઇ વાઘેલા (સો.મરીન) વિસ્તારમાં નોંધાયેલ ગુન્હાના કેદીઓ છે.

કેદીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા વેરાવળ-જેલના અધિકારીઓ, કર્મચારીઓનાં આરોગ્યનું પણ પરિક્ષણ કરવામાં આવ્યું છે.

(1:01 pm IST)