Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

પોરબંદરના ફોદાળા જળાશય વિસ્તારમાં સવા ત્રણ ઇંચ

ગઇકાલ સાંજથી સવાર સુધી મુશળધાર વરસાદ ચાલુ રહેલ : ફોદાળા જળાશયનો ઓવરફલો વધીને ૧ ફુટ થયો : પોરબંદર અને ખંભાળામાં ઝાપટા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. રપ : શહેરને પાણી પુરૂ પાડતા ફોદાળા જળાશય વિસ્તારમાં ગઇકાલ સાંજથી આજે સવાર સુધી મુશળધાર વરસાદ વરસી જતા સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

ફોદાળા જળાશય વિસ્તારમાં ગઇકાલ સાંજથી શરૂ થયેલ વરસાદ આખી રાત ચાલુ રહેલ હતો. ફોદાળા જળાશય વિસ્તારમાં ૮૦ મીમી (૧૪૭૦ મીમી) વરસાદ નોંધાયો છે. વરસાદને લીધે પાણીની આવક વધતા ફોદાળા જળાશયનો ઓવરફલો હાલ વધીને ૧ ફૂટ થયેલ છે.

પોરબંદર અને ખંભાળા જળાશયમાં ઝાપટા વરસી ગયેલ. એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૦.૦૪ મીમી (૧૩૦૬ મીમી) નોંધાયેલ છે.  ખંભાળા જળાશય ૭ મીમી (૧૦૪૭ મીમી) નોંધાયેલ છે. હાલ ઓવરફલો ચાલુ ગુરૂત્તમ ઉષ્ણાતામાન ર૯.૮ સે.ગ્રે., લઘુતમ ઉષ્ણાતામાન ર૬.૪ સે.ગ્રે., પવન ૧૯ મી., સુયોદય ૬.૩ર, તથા સૂર્યાસ્ત ૭.૧૩ મીનીટે દરિયામાં પવન ર૦ થી રપ તથા દરિયાકાંઠે ૬થી ૭ ફુટ મોજા ઉછળે છે.

(1:00 pm IST)