Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

જેતપુરમાં બે દિ'માં ૭ ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયાઃ ભૂગર્ભ ગટરોમાંથી પાણી બહાર આવ્યું

જેતપુરઃ સર્વત્ર મેઘ મહેર થતા શહેરમાં પણ બે દિવસમાં કુલ-૭ ઇંચ વરસાદ વરસતા સીઝનનો કુલ ૩૭ ઇંચ નોંધાયો છે. વરસાદ સતત વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા નિચાણવાળા વિસ્તારોમાં લોકોના મકાનમાં પાણી ભરાતા સલામત સ્થળે ખસેડવામાં આવેલ. ઉપરવાસ સારા વરસાદના કારણે ભાદર ડેમ સતત ઓવરફલો થતા શહેરની ભાદર નદીમાં પાણીનું ઘોડાપુર આવ્યું હતું. પાણી જોવા માટે લોકોના ટોળેટોળા પુલ ઉપર ઉમટી પડેલ છે બેઠો પુલ અવાર-નવાર વરસાદના કારણે તુટી જતો હોય જયેશભાઇ રાદડીયાએ સરકારી ગ્રાન્ટમાંથી ઓવરબ્રીજ બનાવડાવતા ભારે વરસાદને કારણે સામા કાંઠે જવા માટે લોકોની મુશ્કેલીનો અંત આવ્યો છે. વરસાદના કારણે નિચાણ વિસ્તારોમાં પાણી જવાના બદલે સતત બહાર આવ્યા રાખે છે.

(12:59 pm IST)