Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

જુનાગઢ વકીલ સહિત છ શખ્સોનો બે વેપારીને ત્રાસ આપી વિશ્વાસઘાત

વ્યાજે નાણા આપી કાર અને બાઇક પચાવી પાડ્યુ

જુનાગઢ,તા.૨૫ : જુનાગઢમાં વકીલ સહિત છ શખ્સો ત્રાસ અને વિશ્વાસઘાત અંગે બે વપારીએ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢમાં ગુલીસ્તાન સોસાયટીમાં રહેતા વેપારી સાજીદભાઇ મહમદહુસેન હાલા તેમનાં ધંધામાં ખોટ જતા નાણાંની જરૂર હોય જુનાગઢનાં કરશન સોલંકી અને વંથલીના કણઝડી ગામનો સંજય ઉર્ફે બચુ રાજુભાઇ છુછરની મધ્યસ્થી થી  જુનાગઢમાં મધુરમ બાયપાસ વિસ્તારમાં રહેતા વકીલ મિતેષ મેઘનાથી પાસેથી સાત ટકાના વ્યાજે રૂ. અઢીલાખ ઉછીના લીધા હતા.

જેના બદલામાં સાજીદ હાલાએ અઢીલાખની કાર જુનાગઢનો જયરાજ ગઢવીના નામે વેંચાણ ખત કરી ગીરવે રાખેલ. નાણાં ચુકતે થયે કાર પરત આપી દેવાનું નક્કી થયેલ

બીજી તરફ સાજીદભાઇએ રૂ. ૧.૭૧ લાખ ચુકવી દઇ કાર છોડાવવા જતા મિતેષ મેઘનાથી એ ટાંટીયા ભંગાવી નાખવાની ધમકી આપી હતી. અને જુનાગઢનો બિહારી ગઢવીએ રૂ. ૪.૫૦ લાખ માંગી કાર સોંપવા જણાવેલ.

 આમ પાંચેય શખ્સોએ વિશ્વાસઘાત છેતરપીંડી કર્યાની ફરીયાદ થતા સી ડીવીઝનનાં પી.એસે.આઇ. કે.એસ. ડાંગરે તપાસ હાથ ધરી છે. જેમાં મનીષ પાલાએ ધંધામાં ખોટ જતા ભાવેશ પાસેથી કટકે કટકે રૂ. ૧૬.૩૦ લાખ માસિક ૧૫ ટકા વ્યાજે લીધેલ જેની સામે વેપારી રૂ. ૧૩.૮૫ લાખ ચુકવી દીધા હતા.  પરતુ ગત તા. ૧૬નાં રોજ રૂ. ૪૫ હજાર વ્યાજના આપવાના હતા જેની સગવડ ન થતાં દુકાનને તાળુ લગાવી માતા-પિતા સો મનીષ સુરત જતો રહેલ.

દરમ્યાન ગત તા. ૧૮નાં રોજ મનીષ તેનાં પિતા સાથે જુનાગઢ આવતાં તેની પાસે વધુ નાણા માંગી એકટીવા બળજબરીથી પડાવી લઇ મકાન પચાવી પાડ્યું હોવાની ફરિયાદ  થતા પી.એસ.આઇ. કે.એસ. ડાંગરે તપાસ હાથ ધરી છે.

(12:57 pm IST)