Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

જામનગરનું લાખેણું લાખોટા તળાવ ભરાયું: અદ્દભૂત નઝારોઃ

જામનગર :જામનગરની મધ્યમાં આવેલું રણમલ (લાખોટા) તળાવ વરસાદી પાણીથી ભરાયું છે. ફરવાલાયક સ્થળ ગણાતા જામનગરના મુખ્ય એવા રાજાશાહી વખતના રણમલ (લાખોટા) તળાવમાં પાણી હિલોળા લઈ રહ્યું છે. નવાનગર સ્ટેટ વખતે રાજવીઓએ બંધાવેલ રણમલ તળાવને હાલ લોકો લાખોટા તળાવ તરીકે ઓળખે છે. આ લાખોટા તળાવ પાણીથી ભરાતા મનમોહક દ્રશ્ય જોઈને આંખને પણ ટાઢક આવે તેવો નઝારો જોવા મળી રહ્યો છે. ત્યારે આખા લાખોટા તળાવનો આ આહલાદક દ્રશ્ય જાણીતા ફોટોજર્નાલિસ્ટ કિંજલ કારસરીયાએ કેમેરામાં કેદ કર્યું છે.જેમાં લાખેણા લાખોટા તળાવનો કુદરતી સૌંદર્ય સાથેનો નઝારો તસવીરમાંઙ્ગ જોવા મળે છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી) (તસ્વીરઃ કિંજલ કારસરીયા,જામનગર)

(12:57 pm IST)