Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

કુવાડવાના જીયાણામાં પતિ પસંદ ન હોઇ મધ્ય પ્રદેશની નવોઢાએ જિંદગી ટૂંકાવી લીધી

એમ. પી.ની ગુલબાઇબેનના ૧૪ દિવસ પહેલા જ લગ્ન થયા'તા

રાજકોટ તા. રપ :.. કુવાડવા રોડ પર જીયાણા ગામની સીમમાં મધ્ય પ્રદેશની આદીવાસી નવોઢાએ ઝેરી દવા  પી આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ જીયાણા ગામ પાસે પરસોતમભાઇ પાનસુરીયાની વાડીમાં રહેતી નવોઢા ગુલબાઇબેન ભાગડાભઇ પોચાયા (ઉ.ર૦) એ ગઇકાલે વાડીમાં એકાએક બેભાન થઇ જતા તેને ૧૦૮ મારફતે સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ આર. પી. મેઘવાળ તથા રાઇટર હિતેષભાઇએ નવોઢાના  મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવતા તેમાં નવોઢા ગુલબાઇબેને ઝેરી દવા પીધી હોવાનું ખુલતા પોલીસે તપાસ આદરી હતી. મૃતક ગુલબાઇબેન મધ્ય પ્રદેશમાં માવતર ધરાવતી હતી. તેના ૧૪ દિવસ પહેલા જ ભાગડાભાઇ પોચાયા સાથે લગ્ન થયા હતા લગ્ન બાદ પતિ સાથે તે જીયાણા ગામ પાસે વાડીમાં રહેતી હતી.

નવોઢાને પતિ પસંદ ન હોઇ તેથી તેણે આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.

(11:58 am IST)