Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ટ્રાયસીકલને ધક્કો મારી ચલાવી રહેલા ભાણેજને કારે હડફેટે લેતા મોત : અપંગ મામાને ઇજાઃ વાંકાનેર પાસે રાત્રે અકસ્માત

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. રપ : અમરસર ફાટકથી સીંધાવદર સ્ટેટ હાઇવે ઉપર ગઇ મોડી રાત્રે ત્રણ વ્હીલવાળો સાયકલમાં બેસીને અપંગ ફકીર અલીભાઇ નુરમહંમદ (બ્લોચ) જઇ રહ્યા હતા. આ સાયકલને ધક્કો મારી ચલાવી રહેલા આસીફ હુશેનભાઇ રફાઇ (ઉ.વ.૩પ) ને સામે આવતી કારે હડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે સાયકલમાં બેસેલા તેના અપંગ મામાને ગંભીર ઇજાઓ થતા પ્રથમ વાંકાનેર હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે મોરબી ખસેડેલ છે. અકસ્માત સર્જનાર કાર (જીજે-૩૬-એફ-૩૬૩૭)નો ડ્રાઇવર પોતાની કાર લઇને ભાગી છૂટેલ છે.

પોલીસ અધિકારી શ્રી મોલીયા ઘટના સ્થળે દોડી જઇ કાર ચાલક સામે કલમ આઇપીસી ર૭૯, ૩૩૭, ૩૦૪-એ મુજબનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

અકસ્માતમાં મરનારનું પીએમ વાંકાનેર કરી તેની લાશ તેના પરિવારજનોને સોંપાયેલ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલના ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓમાં વધેલા ગાબડાઓના કારણે અકસ્માતોની ભીતિ વધુ પ્રબળ બની છે.

(11:58 am IST)