Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

રતનપરની સોસાયટીઓમાં પાણી નિકાલ ન થતા લોકો ભૂખ્યા રહ્યા : ચક્કાજામ કરતા ત્રણની અટકાયત

૪૮ કલાક વરસાદના લીધે ઘરવખરી પણ બગડી : સુરેન્દ્રનગરના પ્રજાના પ્રતિનિધીઓ પણ દેખાયા નહીં નો આક્ષેપ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૫: સુરેન્દ્રનગર વોર્ડ નં.૧૦માંૅ આવેલ રતનપર બાયપાસ સહિત છેવાડાના એવા ખાણ વિસ્તારોમાં વરસાદી પાણીનો વર્ષોથી નિકાલ ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિક મહિલાઓ સહિત રહીશોએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો.

રોષે ભરાયેલા લોકો એકના મેક થયા નહોતા અને પોલીસ તેમજ રહીશો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જેમાં પથ્થરમારો થતાં બે પોલીસ કર્મચારીઓને ઈજાઓ પણ પહોંચી હતી. આ મામલે બે વ્યકિતઓને  માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તેમજ પોલીસ દ્વારા રજુઆત કરવા જઈ રહેલ ત્રણ શખ્સોની અટકાયત પણ કરાઈ હતી.

આ વિસ્તારના રહીશો દ્વારા વહેલી સવારે કોર્પોરેટર બચુભાઈ વેગડ ને રજૂઆત કરવામાં આવી હતી અને સતત ૪૮ કલાકથી વરસાદના પગલે સોસાયટીઓમાં લોકોના માથા સુધી ઘરોમાં પાણી ભરાઈ ચૂકયા છે.  છતાં પરિસ્થિતિ અને વરસાદી પાણીનો કોઈ પણ જાતનો નિકાલ ન કરવામાં આવતાં રહેવાસીઓની ધીરજ ખૂટી હતી.

હાલ રજૂઆત કર્યા ને ૨૪ કલાક બાદ પણ હજુ પરિસ્થિતિ તેની તેજ છે અને આ વિસ્તારના લોકોના ઘરોમાં માથોડા સમાણા પાણી ભરાઈ ગયા છે અને દ્યરવપરાશની તમામ વસ્તુઓ પાણીમાં દરેક દ્યર વપરાશની વસ્તુ પાણીમાં ગરકાવ બની જવા પામી છે બીજી તરફ જિલ્લામાં અવિરત વરસાદને મેદ્ય મહેર હોવા છતાં જિલ્લાના ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્ય શ્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જરૂરિયાત મંદ લોકો ની મુલાકાતે પણ હજુ સુધી ન પહોંચતાઙ્ગ રોષ ફેલાઇ જવા પામ્યો છે.

આ લોકો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવેલ પણ આ બાબતનો ઉડાઉ જવાબ આપી દીધો હોવાનો આક્ષેપ રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે હાલમાં આ વિસ્તારના લોકોને વરસાદી પાણીમાં પોતાના દ્યર ગરકાવ હોવાના પગલે ખાવાપીવાના પણ સાંસા પડી ગયા છે. ત્યારે સત્વરે વહીવટી તંત્ર અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ લોકોની વહારે જઈને વરસાદી પાણીનો નિકાલ કરી અને બે દિવસથી આ વિસ્તારના ભૂખ્યા લોકોને ભોજન જમાડે તે હવે જરૂરી બન્યું છે.

જોકે મોડી સાંજે પોલીસ દ્વારા ત્રણ લોકોની અટકાયત કરેલને છોડી દેવામાં આવ્યા હતા અને આ વિસ્તારના લોકો સાથે બેસીને સમાધાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે ખાસ તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે આ વિસ્તારના લોકોને ખૂબ રોષ વ્યાપી ગયો છે અને આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કારની પણ ચીમકી આ વિસ્તારના લોકો દ્વારા આપવામાં આવી છે.

(11:57 am IST)