Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

વરસાદે વિરામ લેતા મોરબી-કચ્છ હાઇવે પુર્વવત

માળીયા મિયાણામાં પુરમાં ફસાયેલ ૬૦ પ્રવાસીઓને એનડીઆરએફની ટીમઃ પોલીસ તંત્રએ હેમખેમ બચાવી લીધા

તસ્વીરમાં અધિકારીઓની ટીમ તથા પ્રવાસીઓને બચાવાયા તે નજરે પડે છે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૫: મોરબી જીલ્લામાં અવિરત મેધ તાંડવ થઇ રહ્યું છે જેમાં રોડ રસ્તાઓ ધોવાયા છે તો ખેતરો પાણી પાણી થયા હતા અને જન જીવન અસ્તવ્યસ્ત થયું હતું જેમાં છેલ્લા ૨૪ કલાકમાં મોરબી જીલ્લામાં અતિભારે વરસાદ વરસતા મોરબી-માળિયા પંથક પાણી પાણી થયું હતું.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં મોરબીમાં ૯૩ એમએમ, વાંકાનેરમાં ૬૯ એમએમ, હળવદ ૪૧ એમએમ, ટંકારા ૧૦૪ એમએમ અને માળીયામાં ૩૧ એમએમ વરસાદ વરસ્યો હતો તો મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમના હાલ ૯ દરવાજા ૬ ફૂટ અને ૧ દરવાજો ૫ ફૂટ ખોલવામાં આવ્યો છે અને ભારે વરસાદને કારણે મચ્છુ ૨ અને મચ્છુ ૩ ડેમમાંથી પાણી છોડવામાં આવતા માળિયા તાલુકો પાણીમાં ગરકાવ થયો હતો તો મોરબી કચ્છ હાઇવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો હતો જો કે રાત્રીના વરસાદે વિરામ લેતા વાહનવ્યવહાર ફરી શરુ કરવામાં આવ્યો છે અને હાઈવે જ તૂટી ગયો હોવાથી એક સાઈડ મેટલ પાથરીને ધીમીધારે હાઈવે શરુ થતા ટ્રક ચાલકો અને મુશાફરોએ રાહતની શ્વાસ લીધો છે.

મોરબી મચ્છુ ડેમના ૧૦ દરવાજા ૧૨ ફૂટ ખોલવામાં આવતા માળીયા મિયાણાના છેવાડાના વિસ્તારમાં પાણી ભરાયા હતા જેમાં ધીમી ધારે પાણીનો પ્રવાહ વધતો ગયો હતો અને લોકો ફસાવવા ના સમાચાર આવતા હતા ત્યારે કચ્છ ને જોડતો મહ્રત્વનો ધોરિમાર્ગ પણ પાણીમાં ગરકાવ થતા અમદાવાદ ભરૂચ સુરેન્દ્રનગર અને કચ્છ તરફથી આવત્તા વાહનોની ૩૫ કિમિ લાંબી લાઈનો લાગી હતી જો કે માળીયા મિયાણા પીએસઆઈ રાજેન્દ્ર ટાપરિયા,પોલીસકર્મીઓ જયુભા ઝાલા, જનકસિંહ સહિતના કચ્છ હાઈવે પર અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે કડક સુરક્ષા ગોઠવી દીધી હતી સાથે જીલ્લા વહીવટી તંત્ર ની પ્રિ મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા થયા જો કે માળીયા હાઇવે નજીક આવેલ જી કે હોટેલ પર હળવદ પ્રાંત અધિકારી ગંગાસિંદ્ય દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરી તાત્કાલિક એકશન પ્લાન ધડયો હતો. જેમાં પ્રથમ માળીયા નજીક ૨૦ લોકો ફસાયા હતા જેઓને રેસ્કયુ કરી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા તો બીજી બાજુ ચીખલી ગામમાં પણ ૪૦ લોકો ફસાયા હતા જેને NDRF ની ટીમેં મહામહેનતે બચાવ્યા હતા બનાવની જાણ થતાં બાદમાં મોરબી જીલ્લા કલેકટર ડોકિયું કરવા માટે આવીને જતા રહ્યા હતા જો કે આ વાતની જાણ થતાની સાથે જ મોરબી એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ અને માળીયા મિયાણા પોલીસ સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને ફસાયા ને બચાવી કલાકો ની મહેનત બાદ કંડલા હાઇવે ૧૧:૩૦ વાગ્યે પ્રથમ મોટા વાહનો અને ધીમે ધીમે નાનાં વાહનો શરૂ કર્યા હતા અને રોડ એક બાજુ ધોવાઈ જતા મોડી રાત્રીના એક બાજુ વાહનો ની અવર જવર સાવચેતી પૂર્વક શરૂ કરાઇ હતી ત્યારે બપોરના બે વાગ્યાના ફસાયેલા હજારો વાહન ચાલકો પોતાના ઘર તરફ મીટ માંડી રાહતનો શ્વાસ લીધો હતો જયારે વાહન વ્યવહાર શરૂ થયો ત્યારે ૩૫ કિમિ લાંબી લાઈનો લાગી હતી.

કચ્છ તરફનો રસ્તો બંધ થતાં લોકો હેરાન થઈ ગયા હતા જેના લીધે મોરબી ના ભરતનગર એટલે કે ૩૫ કિમિ સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા તો કચ્છ તરફ સુરજબારી પુલ અને હળવદ તરફ અણીયારી ટોલનાકા સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી જેના લીધે લોકો પણ ભૂખ્યા તરસ્યા કંટાળી ગયા હતા. પોલીસે તમામ લોકોની ફૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી તો બીજી બાજુ કોરોના બાદ પ્રથમ વખત હાઈવે ની હોટેલો ધમધમી ઉઠી હતી હાલ મોરબી પોલીસે ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આને ગણતરીની કલાકોમાં જ રસ્તો શરૂ કરી દેતા લોકોમાં ખુશી વ્યાપી છે.

(11:56 am IST)