Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ઉપલેટાના નિલાખામાં ૬ તલગણામાં ૧૦ પાણીમાં ફસાયેલા મજૂરોને બચાવી લેવાયા

ઉપલેટા તા. રપ :.. અહીંયા બે દિવસથી શહેર તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા તાલુકાના નિલાખા, તલગણા, ગામની સીમમાં ફસાયેલ લોકોને ઉપલેટા મામલતદારના સ્ટાફએ બચાવી લીધા હતાં.

તલગણા ગામની સીમમાં પ્રવિણભાઇ રાજશીભાઇ નંદાણીયાની વાડીમાં ૧૦ ખેતી માટે ગયેલા લોકો ફસાઇ ગયાની જાણ પાટણવાવ પોલીસમાં જાહેર થયેલ નિલાખા ગામની સીમમાં રણજીતસિંહ ગંભીરસિંહની વાડીમાં ખેતીકામે ગયેલ લોકો પણ ફસાય ગયેલ હતાં.

આ બન્નેએ પાણી આવી જતા ૧૬ લોકોને બચાવેલ હતાં. ઉપલેટામાં ભાદર, મોજ, વેણું નદીમાં ઘોડાપુર આવેલ હતું.

ભોલગામડા ગામે ડેલામાં જુગાર રમતા ૪ ઝડપાયા

તાલુકાના ભોલગામડા ગામે જૂગાર રમતા હોવાની બાતમી પી. આઇ.ને મળતા પો. જ. દિનેશભાઇ ગોંડલીયાએ ભોલગામડા બસ સ્ટેશન પાસે રહેતા પટેલ નટવરલાલ ગંગદાસ હુડકાના ડેલામાં રેડ કરતા ૪ને રૂ. ૧૭,૬૯૦ ની રોકડા સાથ પકડી પાડેલ હતા જેમાં નટવરલાલ ગંગદાસ હુડકા, ધર્મેશ જમનાદાસ દઢાણીયા, કમલેશ રતિલાલ હુડકા રાજેન્દ્ર શાંતીલાલ હુડકા રે. રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે. વધુ તપાસ પો. જ. બી. સી. સોલંકીએ હાથ ધરેલ છે.

ઉપલેટાના મગજ અસ્થિર યુવાને માર મારતા ઇજા

નાગનાથ ચોક પાસે કોળીવાળા વિસ્તારમાં રહેતા હીરેનભઇ કરશનભાઇ સુવા ઉ.૩૦ તેમના ઘરની અગાસીમાં નીંદર ન આવતા આંટા મારતો હોય તેથી ઘર પાસે અગાસીમાં આરોપી દિનેશના ઘરની મહિલાઓ સુતી હોય તેથી શંકાના આધારે લોખંડના પાઇપ વડે માર મારતા ઇજા થતા દવાખાને સારવારમાં દાખલ કરેલ છે. ફરીયાદીને મગજની બીમારી હોય તેથી નીંદર ન આવતા તેમની અગાસીમાં આંટા મારતો હતો. આ અંગે ઉપલેટા પોલીસે દિનેશ ગોવિંદ બારૈયા, સામે ગુનો દાખલ મરીને વધુ તપાસ હાથ ધરેલ છે.

(11:59 am IST)