Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

સૌરાષ્ટ્ર - કચ્છમાં વરસાદનો વિરામ : સૂર્યનારાયણે દર્શન દીધા

જો કે સવારે કચ્છના અંજારમાં ૧ ઇંચ - લખપતમાં અડધો ઇંચ વરસ્યો : તાલાલા ગીર - માંડવીમાં ઝાપટા

રાજકોટ તા. ૨૫ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી મેઘમહેર બાદ આજે સવારથી વરસાદે વિરામ લીધો છે અને સૂર્યનારાયણે દર્શન દીધા છે.

આજે સવારે કચ્છના અંજારમાં એક ઇંચ અને લખપતમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

જ્યારે ગીર સોમનાથના તાલાલા તથા માંડવી - ગાંધીધામમાં ઝાપટા પડયા છે.

ગુજરાતમાં નવા સપ્તાહના પ્રારંભથી જ મેઘરાજાએ જમાવટ કરતા સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. રવિવાર રાતથી શરૂ થયેલો વરસાદ સોમવારે દિવસભર અને રાત્રે પણ મોટાભાગના સ્થળોએ યથાવત રહેતા સંખ્યાબંધ નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. સૌરાષ્ટ્ર સહિત અને જળાશયમાંથી પાણી છોડવાની ફરજ પડી હતી. ધરોઇ બંધના નિચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવાયા હતા. રાજ્યમાં અનેક માર્ગ પણ બંધ કરવાની ફરજ પડી હતી. કચ્છથી મોરબી, રાજકોટ અને અમદાવાદ સુધીના માર્ગને બંધ કરવાની ફરજ પડી હતી. તો પાણીનો ખતરો જોવા કેટલાક ગામ સંપર્ક વિહોણા બનવા સાથે ૧૫૬૪ વ્યકિતઓનું સ્થળાંતર પણ તંત્ર દ્વારા કરાયું હતું.

છેલ્લા ૨૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

કચ્છ

અંજાર

૭૭

મી.મી.

અબડાસા

૨૨૫

,,

ગાંધીધામ

૯૪

,,

નખત્રાણા

૯૧

,,

ભચાઉ

૬૦

,,

ભુજ

૮૯

,,

મુંદ્રા

૯૨

,,

માંડવી

૧૦૫

,,

રાપર

૯૦

,,

લખપત

૧૭૫

,,

અમરેલી

અમરેલી

૫૦

મી.મી.

ખાંભા

૧૪

,,

જાફરાબાદ

,,

ધારી

૨૫

,,

બાબરા

૬૫

,,

બગસરા

૬૨

,,

લાઠી

૪૩

,,

લીલીયા

૯૦

,,

વડિયા

૯૮

,,

સાવરકુંડલા

૨૧

,,

ગીર સોમનાથ

ઉના

મી.મી.

ગીરગઢડા

૧૧

,,

તાલાલા

૩૧

,,

જામનગર

કાલાવડ

૩૨

મી.મી.

જામજોધપુર

૧૩૫

,,

જામનગર

૫૪

,,

જોડિયા

૪૭

,,

ધ્રોલ

૪૭

,,

લાલપુર

૬૬

,,

જુનાગઢ

જુનાગઢ

૨૮

મી.મી.

ભેંસાણ

૬૩

,,

મેંદરડા

,,

માંગરોળ

,,

માણાવદર

,,

માળીયાહાટીના

૧૫

,,

વંથલી

૧૧

,,

વિસાવદર

૨૦

,,

રાજકોટ

ઉપલેટા

૮૬

મી.મી.

કોટડાસાંગાણી

૭૦

,,

ગોંડલ

૧૭૯

,,

જસદણ

૪૬

,,

જામકંડોરણા

૯૯

,,

ધોરાજી

૧૦૦

,,

પડધરી

૨૯

,,

રાજકોટ

૫૬

,,

લોધીકા

૬૪

,,

વિંછીયા

૪૪

,,

(2:59 pm IST)