Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ગોંડલમાં જળબંબાકારઃ ત્રાકુડામાં ૩ મકાન ધરાશાયીઃ નાળા-ડેમ ઓવરફલો

વેરી તળાવ ઓવરફલો થતા નદીમાં ઘોડાપુરઃ ખડવંથલી બેટમાં ફેરવાયુ

ગોંડલનો વેરી તળાવ ડેમ ઉપરવાસ ભારે વરસાદને કારણે વેરી તળાવ ડેમ ચાર ફુટ ઉપરથી પાણી જતા નીચાણવાળા  વિસ્તારોને હાઇએલર્ટ પર મુકાયા છે.(તસ્વીર ભાવેશ ભોજાણીઃગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૫: ગોંડલમાં વહેલી સવારથી સાંબેલાધાર મેદ્યવષાઁ વરસતાં સાંજ સુધી માં આઠ ઇંચ વરસાદ પડયો હતો.ભારે વરસાદ ને કારણે કોલેજચોક,નાની મોટી બજાર,ઉદ્યોગભારતી સોસાયટી, ગ્રીનપાકઁ, શંકરવાડી સહીત નાં વિસ્તારોમાંપાણી ભરાયાં હતાં.રાતાપુલ તથાં ઉમવાડા અંડરબ્રીજ માં પાણી ભરાતાં વાહન વ્યવહાર અટકી ગયો હતો.ધોધમાર વરસાદ ને કારણે રાજમાર્ગો પર પાણી ફરીવળતાં શહેર ની હાલત જળબંબાકાર બનવાં પામી હતી.વેરી તળાવ પાંચ ફુટે ઓવરફ્લો થતાં નદીમાં ઘોડાપુર આવતાં નગરપાલિકા દ્વારા નિચાણવાળા વિસ્તારો ને સાવચેત કરાયાં હતાં.નગરપાલિકા નો સેનીટેશન વિભાગ,ફાયરબ્રિગેડ ટીમ પ્રમુખ અશોકભાઈ પીપળીયા ચિફ ઓફીસર પટેલ સાથે અસરગ્રસ્ત વિસ્તારો માં દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલ પંથકમાં પણ અંદાજે પાંચ થી સાત ઇંચ ભારે વરસાદ પડ્યો છે. સુલતાનપુર, દેરડી, મોવિયા, પાંચીયાવદર, સેમળા,ભુણાવા સહીત પંથકમાં સરેરાશ પાંચ થી સાત ઇંચ વરસાદ પડયો છે.ભારે વરસાદ ને કારણે ત્રાકુડા માં ત્રણ મકાન ધરાશાયી થયાં છે. અનિડા ભાલોડી માં પણ એક મકાન ધરાશાયી થયું છે. ખડવંથલી ગામ નજીક નો કોબા ડેમ ઓવરફ્લો થતાં નદીમાં દ્યોડાપુર આવતાં ગામ માં પાણી દ્યુસતાં ખડવંથલી બેટ માં ફેરવાયું હતું.ગામ વિખુટું પડતાં ગુજકોટ ની પરીક્ષા આપનારાં વિદ્યાર્થી ગામ બહાર નિકળી શકયાં ન હતાં. તાલુકાના મોતિસર, વાછપરી, ગોંડલી સહીતનાં ડેમ ઓવરફ્લો થયાં છે. કલપરી, વાંસાવડી, ગોંડલી સહીતની નદીઓ ગાંડીતુર બની હતી. કોઝવે પર પાણી ફરી વળતાં વોરા કોટડા વિખુટું પડ્યું હતું.

ગોંડલનાં લીલાખા નવાગામ પાસે આવેલ સૌરાષ્ટ્ર નાં બીજા ક્રમ નાં ભાદરડેમ નાં પાણી ની ભારે આવક ને કારણે તમામ દરવાજા ખોલી નંખાયા હતાં.ગોંડલ પંથક ની ગોંડલી,વાંસાવડી,કલસરી,વાછપરી, ભાદર સહીતની આઠથી દશ નદીઓ ભારે વરસાદ ને કારણે ગાંડીતુર બની હોય તમામ પાણી ભાદરડેમ માં ઠલવાતું હોય ભાદરડેમ ભયજનક સપાટી એ પંહોચ્યો હતો.જેનાં કારણેઙ્ગ જેતપુર ઉપર જોખમ સર્જાવા પામ્યું હોય પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ,મામલતદાર ચુડાસમા સહીત ની ટીમ ભાદરડેમ તથાં જેતપુર દોડી જઇ હાઇએલટઁ વચ્ચે તંત્ર ને સ્ટેન્ડ ટુ રાખ્યું હતું.સૌની યોજના અંતર્ગત ઉનાળામાં જ મોટાં ભાગનાં નદી અને ડેમ નમઁદા નાં નિર થી ભરેલાં હોય ચોમાસા ની શરુઆત થીજ ભારે વરસાદ વરસતો હોય તમામ નદી,નાળા અને ડેમ ઓવરફ્લો થવાં પામ્યાં છે.

(11:54 am IST)