Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ઢાંકનું દિવ્યેશ્વર તળાવ ઓવરફલોઃ હિંગળાજ માતાજી મંદિરમાં પાણી ઘુસ્યા

(પંકજગીરી ગોસ્વામી દ્વારા) ઢાંક તા. રપ :.. ઉપલેટા તાલુકાના ઢાંક ગામે કાલે દિવસ દરમિયાન છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આથી વરસતા વરસાદથી ઢાંકનું દિવ્યેશ્વર તળાવમાં પાણીની આવક થતા ઓવરફલો થયો હતો. જેના લીધે તળાવની કાંઠે આવેલા અતિ પ્રાચીન હિંગળાજ માતાજી તેમજ કામનાથ મહાદેવના મંદિરમાં પાણી ભરાઇ ગયા છે.

લગભગ ૧૦ થી ૧૬ વર્ષ બાદ દિવ્યેશ્વર તળાવ ઓવરફલો થતા હિંગળાજ માતાજીના મંદિરે પાણી ભરાયુ છે. એવી લોક વાયકા સાંભળવા મળે છે કે જયારે તળાવ ભરાઇ જાય અને હિંગળાજ માતાજી પાણીના કોગળા કરે છે.

ત્યારનું વર્ષ સોળઆની સારૂ થાય છે. આ વર્ષ મંદિરમાં પાણી ભરાતા મંદિરની બાજુમાં આવેલા પુજારીના રૂમ તેમજ રસોડામાં પાણી ભરાઇ જવાથી નુકસાની પણ થયેલ છે. અને હવે મેઘરાજા વિરામ લે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે.

(11:53 am IST)