Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

વાંકાનેરના દીધલીયા-શેખરડી ગામ વચ્ચે ગત મોડી રાત્રે વોકળામાં કાર તણાતા ત્રણના મોત બેનો બચાવ

વાંકાનેર તા. રપ :.. દીઘલીયા-શેખરડી વચ્ચે ગત રાત્રીના બાર વાગ્યે એક ફોર વ્હીલ કાર તણાય હોવાની અને તેમાં પાંચ લોકો હોવાનું તાલુકા પોલીસ અને ત્યાંથી કંટ્રોલ રૂમમાં જાહેરાત થતા જ ટી. ડી. ઓ. ગઢવી, તાલુકા પી. એસ. આઇ. જાડેજા, નાયબ મામલતદાર બી. એસ. પટેલ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતાં. આ વેળાએ દીઘલીયાના સરપંચ અને ગ્રામ્યજનો પણ બહોળી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતાં. અને રાત્રે જ શોધખોળ શરૂ કરતા બે યુવકો સહિ સલામત મળી આવ્યા હતાં.

ઉપરોકત અધિકારીઓની પુછપરછમાં સલામત મળી આવેલ બન્નેમાં (૧) પિન્ટુ મનસુખભાઇ મેણીયા ઉ.ર૮ રે. રાજપર, તા. વઢવાણ જી. સુરેન્દ્રનગર (ર) ગૌરવ રસીકભાઇ સાપરા ઉ.૧૮ રે. સુરેન્દ્રનગર હોવાનું જણાવેલ. આ બન્ને પાસેથી અધિકારીઓએ એકત્ર કરેલ વિગત મુજબ સુરેન્દ્રનગર તરફના આ પાંચેય લોકો ગઇકાલે મોટર કારમાં માતાજીના દર્શન અર્થે નિકળ્યા હતા જેમાં (૧) કાલીયા જયદીપભાઇ ઘનશ્યામભાઇ ઉ.૩ર (ર) બાવળીયા યોગેશભાઇ જાદવભાઇ ઉ.૩ર (૩) બાવળીયા નરશીભાઇ ઉ.ર૯ (૪) પિન્ટુ મનસુખભાઇ મેણીયા ઉ.ર૮ (પ) ગૌરવ રસીકભાઇ સાપરા ઉ.૧૮ આ પાંચેય યુવકો ફોર વ્હીલ કારમાં આવ્યા હતા અને રાત્રીના વરસતા ધોધમાર વરસાદ ચાલુ હતો ત્યારે દિઘલીયા-શેખરડી વચ્ચે ખારોડીયા વોંકળા તરીકે ઓળખાતા વોંકળા ઉપરના બેઠા પુલ પસાર થયેલ આ પુલ તુટેલ હોવાને કારણે અને પાણીના ભારે તાણને લઇને પાંચેય યુવકો સાથેની કાર તણાવા લાગતા પિન્ટુ અને ગૌરવ બન્ને પાણીમાંથી નિકળી જતા બચી ગયા હતા રાત્રે જ દિઘલીયામાં જાણ થતા જ સરપંચ અને ગ્રામ્યજનો દોડી આવેલ અને શોધખોળ શરૂ કરેલ પરંતુ સફળતા મળેલ નહી આજે તા. ર૪ મીના મોડી સાંજે સાડા છ વાગ્યે પાણી ઓસરતા થોડે દુર કાર જોવા મળેલ જેની તલાસી લેતા ઉપરોકત ત્રણેય જયદીપભાઇ, યોગેશ અને નરશીભાઇ મૃત હાલતમાં મળી આવેલ. પોલીસે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

(11:53 am IST)