Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

મચ્છુના પાણીએ માળીયા મિંયાણામાં તબાહી મચાવી ત્રણ વર્ષની યાદ તાજી કરાવી

માળીયા મિંયાણામાં મચ્છુ નદીના ધસમસતા પાણી ફરી વળ્યા મામલતદાર કચેરી નગરપાલીકા સહીત નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર

(રજાક બુખારી દ્વારા) માળીયા મિંયાણા,તા. ૨૫: મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ અને ઉપરવાસથી નદીઓમાં છોડવામાં આવતા પાણીને કારણે ૧૮ દરવાજા ખોલવામાં આવતા માળીયા શહેરમાં ભારે તબાહી મચાવી હતી જે ધસમસતા પ્રવાહે માળીયા શહેર અને અનેક વાંઢોમાં પાણી ફરી વળતા બેટમાં ફેરવાઈ ગયા હતા ઉપરવાસના વરસાદને લઈને મચ્છુ ૨ અને મચ્છુ ૩ ડેમોના દરવાજા ખોલાતા પાણીનો પ્રવાહ માળીયામાં ઘુસી આવતા સ્થળ ત્યાં જળની સ્થિતિ ઉદભવી હતી અને નીચાણવાળા મકાનોમાં પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ત્રણ વર્ષની યાદ તાજી કરાવતા દ્રશ્યો જોવા મળતા ગંભીર સ્થિતિનું નિર્માણ થયુ હતુ.

જે જોત જોતામાં માળીયા શહેર પાણી વચ્ચે ઘેરાઈ જતા સંપર્ક વિહોણું બન્યું હતુ જેમા વાડા વિસ્તાર જુના નવા રેલ્વે સ્ટેશન વિસ્તાર ભાડ વિસ્તાર સંધવાણીવાસ ટેલીફોન એકચેન્જ વિસ્તાર સહિતના વિસ્તારોમા ઘરમાં પાણી ઘુસ્યા હતા જેના કારણે ઘણા વાંઢ વિસ્તારના ગરીબ પરીવારોની કપરી સ્થિતીમાં જખરીયાવાંઢ ભોળી વિસ્તાર ટીટોળીમોરા ખોડવાંઢ માણેકવાંઢ સહિતના પરીવારોની ઘરવખરી અનાજનો જથ્થો તણાઈઙ્ગ નાશ થતા ઘર ઝુપડા છોડી રોડ પર ધામા નાખવાની ફરજ પડી હતી આ સિવાય મામલતદાર ઓફીસ તાલુકા પંચાયત નગરપાલીકા ન્યાય કોર્ટમાં મચ્છુના પાણી ઘુસ્યા હતા.જેના કારણે સમગ્ર માળીયા શહેર અને વાંઢ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા બેટમાં ફેરવાય ગયા હતા ભારે પાણીના ધસમસતા પ્રવાહથી કચ્છ જામનગર હાઈવે બ્લોક થઈ ગયો હતો જેથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો અત્રે ઉલ્લેખનીય છેકે ત્રણેક વર્ષ પહેલાં પણ મચ્છુ નદીના પાણીએ માળીયામાં ભારે તબાહી મચાવી હતી જેની યાદ તાજી કરાવતા આજે ફરી નદીઓ ગાંડીતુર થઈને બે કાંઠા તોડી વહેવા લાગતા માળીયા જળમગ્ન બની ગયુ હતુ આમ મચ્છુના પાણી માળીયા ઉપર ફરી વળતા ભારે ખાનાખરાબીના ડરથી લોકો થરથરતા રોડ ઉપર આવી ગયા હતા તો ઘણા પોતાના મકાનની છત ઉપર ચડી ધસમસતા પ્રવાહથી બચવા પ્રયાસ કરી જીવ બચાવ્યા હતા પરંતુ વાંઢ વિસ્તાર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા સંપર્ક વિહોણા બન્યા હતા જેમા અનેક લોકો ફસાયા હોવાનુ જાણવા મળ્યું હતુ આમ મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગતા માળીયા તરબોળ થઈ ગયુ હતુ.

(11:52 am IST)