Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

મોટીપાનેલીનાં વેણુ નદી પુલ ઉપરથી મોટર સાયકલ અને પગપાળા લોકોને અવર-જવરની છૂટની માંગ

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા. ૨૫: ઉમિયાધામ સીદસરનો વેણુ નદી પર આવેલ હાઇવે પરનો રાજાશાહી વખતનો પુલ ભારે ડેમેજને કારણે છેલ્લા એકમાસથી સંપૂર્ણ બંધ કરેલ છે જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે ગ્રામલોકો તથા તંત્રએ સાથે મળી મંદિર સામેનો બેઠાપુલ ઉપર થી નાના વાહન અવર જવર કરી શકે તેવી વ્યવસ્થા કરેલ છે પરંતુ હાલ છેલ્લા ત્રણ ચાર દિવસના અવિરત વરસાદને લઈને સીદસરનો ઉમિયાસાગર ડેમ ઓવરફ્લો થતા ડેમના પંદર પાટિયા છ ફૂટ જેટલાં ખોલવામાં આવતા વેણુ નદીમાં ઘોડાપુર આવેલ જેનેલઈને મંદિર સામેનો બેઠોપુલ પણ પાણીમાં ગરકાવ થઇ જતા વાળી વિસ્તારમાં રહેતા લોકો ભારે પરેશાનીમાં મુકાઈ ગયેલ છે વાળી વિસ્તારમાં અંદાજે બે હજાર જેટલાં મજૂરો રહેતા હોય તેમજ ગામલોકોને વાળીએ જવાનું થતું હોય લોકોના ઢોરમાલને ઘાસચારો પાણી આપવાનું થતું હોય લોકો હાઇવે પરના પુલ ઉપરથી ચાલીને કે મોટર સાઇકલ પર સવાર થઈને જતા હતા પરંતુ અચાનક જઙ્ગ પોલીસ દ્વારા તાત્કાલિક પુલ સંપૂર્ણ બંધ કરવા પહોંચી જતા ચાલીને જવા પર પણ મનાઈ ફરમાવી દેતા ગ્રામજનો એકઠા થઇ ગયા અને આ અંગે પોલીસ મેડમ સાથે ઉગ્ર બોલાચાલી પણ થવા પામી છે ગ્રામજનોની રજૂઆત હતી કે ચાલીને કે મોટરસાઇકલ જવા માટે મંજૂરી મળે તો મજૂરો જે ફસાયેલાં છે અને અમારા ઢોરમાલ છે તેમને અમે કંઈક સવલત પહોંચાડી શકીએ પરંતુ પોલીસે તાત્કાલિક નિર્ણય લઇ સાવ પ્રતિબન્ધ મુકતા ગ્રામજનો ઉગ્ર બન્યા હતા મેડમ ઇન્સ્પેકટરનું તુમાખી ભર્યું વર્તનને લઈને ગ્રામજનો ઉગ્ર બન્યા હોવાની ચર્ચા પણ સાંભળવા મળી ગુન્હેગાર જેવું વર્તન લોકો સાથે કર્યું હોવાને લીધે મામલો બિચકયો હતો.

આ અંગે પોલીસ મેડમ સાથે વાત કરવાની કોશિશ કરતા મેડમ ઉગ્ર બની જવાબ આપવાનું ટાળ્યું હતું અને ધમકીની ભાષા વાપરી હતી જેનાથી સવાલ એ ઉભો થાય છેઙ્ગ કે પોલીસ તાત્કાલિક આવો નિર્ણંય લેવાની ફરજ કેમ પડી જયાં એકમાસથી લોકો ચાલતા કે મોટરસાઇકલમાં જતા હતા ત્યાં આવી બળજબરી કેમ, અને જે બે હજાર જેટલાં મજૂરો ફસાયા છે તેનું શું માલઢોરને ઘાસચારો કોણ નાખશે, સામે કાંઠે વિસ્તારના ખેડૂતો ખેતર કેમ જાય લોકોનો આ સવાલ પણ મહત્વનો છે માટે લોકો ની માંગ છે કે મોટરસાઇકલ જઇ શકે તેવી વ્યવસ્થા તાત્કાલિક ઉભી થાય.

(11:52 am IST)