Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

નીચા પુલથી જીવ જોખમમાં મુકાયો : કોટડાસાંગાણીના રામોદ પાસે બેઠા પુલ પર બાઈક સવાર તણાતા ગામ લોકોએ બચાવી લીધો

(કલ્પેશ જાદવ દ્વારા)કોટડાસાંગાણી,તા. ૨૫:  તાલુકાના તમામ ગામોમા મેદ્યરાજા મહેરબાન બની જાણે બારેમેઘ ખાંગા થયા હોઈ તે માફક સવત્ર જળ બંબાકારની સ્થિતિ જોવા મળી હતી.અને નદીઓ ગાંડીતુર બની હતી ત્યારે રામોદથી રામપરા જઈ રહેલો યુવક રામોદની સરકારી હોસ્પીટલ સામેના બેઠા પુલ પરથી પાણી પસાર થતુ હોઈ ત્યારે જયેશ નીલેશભાઈ ચાવડા નામનો ૨૧ વર્ષીય યુવાન શાપર વેરાવળથી પીજીવીસીએલમાથી નોકરી પુરી રામપરા આવી રહ્યો હતો. ત્યારે આ પુલ પરથી પસાર થતા પાણીનો પ્રવાહ અચાનક વધી જતા તે બાઈક સાથે પુલ નીચે ખાબકયો હતો.સદનસીબે ત્યા રહેલા રામોદના ગ્રામજનોએ પાણીની પાઈપ લાઈન અને દોરડાની મદદથી યુવક તણાતા બચાવી લીધો હતો જયારે તેમનુ બાઈક પાણીમાં ગરકાવ થયુ હતુ તંત્રમા અનેક વખતની રજુઆત છતા રામોદ સતાપર રોડ પર આવેલા પુલ ઉંચા ન લેવાતા હોવાથી દર ચોમાસે લોકોને હાલાકી ભોગવવી પડે છે. અને જીવ જોખમમા મુકવા પડે છે. ત્યારે તંત્ર દ્વારા પુલ ઉંચા કરવામાં આવે તેવી માંગ ગામ લોકોએ કરી હતી.

(11:50 am IST)