Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

જામનગરના સાંસદની સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ ચાલુ કરવાની માંગણી મંજુર કરતા પ્રધાનમંત્રી મોદી

વડાપ્રધાનશ્રી કેન્દ્રીય મંત્રીના નિર્ણયને વધાવતા સાંસદ પૂનમબેન માડમ, રાજયમંત્રી હકુભા જાડેજા : જામનગર જિ.ના બંધ પડેલા ઉદ્યોગો ફરીથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ધમધમતા થશે : રોજગારીની તકો સર્જાશે

જામનગર તા.રપ : જામનગર જિલ્લાના સચાણામાં શીપ બ્રેકીંગ યાર્ડ બંધ પડ્યુ હતુ તે ફરીથી કાર્યરત થાય તે માટે સંસદમાં રજુઆત કરી અને તે રજુઆત માન્ય રહેતા સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી- મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયાનો આભાર વ્યકત કર્યો છે આ આંતરરાષ્ટ્રીય કક્ષાના મહત્વકાંક્ષી બંદરીય ઉદ્યોગથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતેઙ્ગ રોજગારીની વિપુલ તકો ખુલશે.ઙ્ગ

લાંબા સમયથી નાના અને મધ્યમ કદના જહાજોના શિપ બ્રેકિંગ માટેનું યોગ્ય સ્થળ એવા જામનગર જિલ્લાના સચાણામાં જહાજને લગતી પ્રવૃતિઓનો ધમધમાટઙ્ગ ઠપ્પ હતો અને હજારો રોજગારી છીનવાઇ હતી અને આનુસાંગીક ધંધાઓ પણ પડી ભાંગ્યા હતા જેથી આ પડી ભાંગેલો ઉદ્યોગ ફરીઙ્ગ ધમધમતો થાય તે માટેઙ્ગ સંસદના ગત સત્રમાં સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએઙ્ગ મુદાસર રજુઆત કરી હતી.

ઙ્ગજે રજુઆત માન્ય રહી છે અને કેન્દ્ર સરકારશ્રી તેમજ રાજય સરકારશ્રી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનુ શીપ બ્રેકીંગ યાર્ડ સચાણામાં ફરીથી કાર્યરત કરવાનો નિર્ણય જાહેર કરાયો છે આ પ્રજાલક્ષી નિર્ણયથી ફરીથી સચાણા બંદર ધમધમશે અને શીપ બ્રેકીંગ કામગીરીના ધમધમાટથી હજારો રોજગારીની તકો સાથેઙ્ગ આનુસાંગીક ધંધાઓ ધમધમશે તેમજ સચાણા અને લગત વિસ્તારોનો વિકાસ થશે અને ગ્રામ્ય વિસ્તારોમાં એક પ્રકારની ગતિશીલતા સાથેની રોનક આવશે તેમ પૂનમબેને જણાવ્યું છે.

રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આવકાર

જામનગરનું સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ બંદર ગુજરાતના ગણમાન્ય બંદરોમાંનું એક છે, પરંતુ વર્ષ ૨૦૧૨માં આ બંદર બંધ કરવામાં આવેલ હતું. હાલમાં જામનગરનાઙ્ગ સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ત્યારે રાજયના અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જનહિતલક્ષી નિર્ણય બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને કેન્દ્રીય શિપીંગ મંત્રી મનસુખભાઇ માંડવીયાનો આભાર વ્યકત કર્યો છે.

સૌરાષ્ટ્રમાં વિશ્વવિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરનું સચાણા શિપ બ્રેકિંગ માટેનું નવું નજરાણું બનશે. જામનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે સચાણા કાર્યરત થશે જેનાથીઙ્ગ જામનગર જિલ્લા અને સચાણા આસપાસના વિસ્તારોમાં હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ખુલશે.ઙ્ગલાંબા સમયથી નાના અને મધ્યમ કદના જહાજોના શિપ બ્રેકિંગ માટેના યોગ્ય સ્થળ સચાણા ફરીઙ્ગ ધમધમતું થતાં બંધ પડેલી સચાણાની શિપ બ્રેકિંગ ગતિવિધિ પુનઃ વેગવાન બનશે તેમ અંતમાં જાડેજાએ જણાવેલ છે.

(11:49 am IST)