Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

જામનગર જિલ્લા જેલના ૩૫૭ કેદીઓના કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા રાહત

જામનગર તા.રપ : જામનગર જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસના કહેરને ધ્યાને લઇ જામનગર જિલ્લા જેલ ખાતે તા.૧૪/૦૮/૨૦૨૦ થી તા.૨૧/૦૮/૨૦૨૦ સુધી કોરોના રેપીડ એન્ટી-બોડી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં જામનગર જિલ્લા જેલના કાચા કામના ૩૨૩ આરોપી, ૨૭ પાકા કેદી તથા ૦૭ પાસા અટકાયતી એમ કુલ ૩૫૭ કેદીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવેલ હતા. જેમાં તમામ કેદીઓના ટેસ્ટ નેગેટીવ આવેલ હતા. કેમ્પમાં જામનગર મહાનગરપાલીકાના આરોગ્ય વિભાગના સ્ટાફ, જામનગર જિલ્લા જેલના ઇ.ચા.અધિક્ષક શ્રી પી.એચ.જાડેજા, જેલરશ્રી જે.આર.સીસોદીયા, ફિઝીશ્યન શ્રી ડો.સી.એસ.ડાંગેરા, ડો.જે.એ.જાડેજા, ડો.એમ.આઇ.સમા તથા જેલ સ્ટાફે જરૂરી બેઠક વ્યવસ્થા, સલામતી વ્યવસ્થા કરી જહેમત ઉઠાવી હતી.

(11:48 am IST)