Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

જસદણનો આલણસાગર ડેમ ઓવરફલો થવામાં બે ફૂટ બાકી

(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણ, તા.૨૫: જસદણ શહેરને પાણી પુરૂ પાડતા બાખલવડ ગામે આવેલા આલણસાગર ડેમમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાનના ભારે વરસાદને લીધે છ ફૂટ નવા નીરની આવક સાથે ડેમની જળ સપાટી ત્રીસ ફૂટે પહોંચી હતી. આ ડેમ બત્રીસ ફૂટે ઓવરફ્લો થતો હોય છલકાવામાં માત્ર બે ફૂટ બાકી છે. હજુ પણ પાણીની આવક ચાલુ હોય આગામી દિવસોમાં ડેમ ઓવરફ્લો થવાની શકયતા છે. જસદણ શહેરને બે વર્ષ ચાલે તેટલી જળરાશી એકત્ર થઈ ગઈ હોય જસદણ પંથકના લોકોમાં આનંદની લાગણી ફેલાણી છે.

(11:46 am IST)