Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

જસદણ નગર પ્રમુખ પદે અનિતાબેન રૂપારેલીયા બિનહરીફ

જસદણ, તા.૨૫: નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાતા સામાન્ય મહિલા અનામત પ્રમુખ પદ માટે ભાજપના અનિતાબેન અલ્પેશભાઇ રુપારેલિયાના નામની દરખાસ્ત માધવીબેન વસાણીએ કરતા નરેશભાઈ ચોહલીયાએ તેમને ટેકો આપ્યો હતો જયારે ઉપપ્રમુખ પદ માટે દીપુભાઈ જે ગીડાના નામની દરખાસ્ત મીઠાભાઇ છાયાણીએ કરતા પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરાએ ટેકો આપ્યો હતો આ બેઠકમાં સાત વોર્ડના ૨૮ સભ્યો પૈકી ૨૭ સભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસ પક્ષમાંથી એક પણ વ્યકિતને ઉમેદવારી નહીં કરતા ભાજપના અનિતાબેન અલ્પેશભાઈ રુપારેલીયા બિનહરીફ થયા હતા. રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા જસદણ પાલિકાના ભાજપના સભ્યોને મેન્ડેડ આપવા ઉપસ્થિત રહ્યા હતા.

(11:46 am IST)