Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

કોટડાસાંગાણી નજીક છ નિલગાયના મોતની તપાસમાં ઢીલી નીતિથી રોષ : મોત વિજશોકથી થયાનું સ્પષ્ટ લાગે છે!

૪ દિ' પૂર્વે હત્યા થયેલી : મૃતદેહો વાહનમાં ઢસડીને બીજી જગ્યાએ લવાયાના નિશાન પણ મળ્યા

તસ્વીરમાં નીલગાયના મૃતદેહોને ઢસડેલ જેના નીશાન જોઇ શકાય છે.

(કલ્પેશ જાદવ દ્વારા) કોટડાસાંગાણી તા. ૨૫ : કોટડાસાંગાણી નજીક ચાર દિવસ પુર્વે છ નીલગાયના હત્યા કરાયેલા મૃતદેહ મળી આવ્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામેલ જે અંગે ઢિલી નીતી સામે આવી હોઈ તેવુ સ્પષ્ટ એક સાથે મોત થયા હોવા છતા કુંભ કરણની નીંદ્રામાં સુઈફકત તપાસ કરતા હોવાનુ તંત્ર રટણ રટી રહ્યુ છે. ત્યારે આ મામલે નીલ ગાયના હત્યારાઓ સુધી કયારે પહોચશે તે સવાલ જીવ દયા પ્રેમીઓ કરી રહ્યા છે. ઠોઠ વીડિમા પાંચસો મીટરના અંતરમા અલગ અલગ જગ્યાએ મૃતદેહો કોહવાયેલી ગયેલી હલતમા મળી આવ્યા હતા.મૃતદેહોની હાલત એટલી હદે ખરાબ થયેલ કે વેટરનરી ડોકટરથી પી એમ પણ શકય બન્યુ ન હતુ. અને આસપાસના એક કિલોમીટરના અંતરમા દુર્ગંધ ફેલાઈ હતી.સુત્રોના મતેઙ્ગ

નીલગાયાનો મોત એક જ દિવસે નહી પણ એક બી દિવસના ગાળામા અલગ અલગ દિવસે થયેલા હતા.મૃત નીલગાયોની ચામડી કાળી પડી ગયેલી હોઈ જેથી મોત વીજશોકથીજ થયુ હોવાનુ સ્પષ્ટ લાગી રહ્યુ છે. પરંતુ ચાર દિવસ વિતવા છતા વન વિભાગ તંત્ર ઢિલી નીતીથી કામ કરી રહ્યુ છે.નીલગાયનો કોઈ વાહનમા ઢસડીને બીજી જગ્યાએ લવાયા હોવાના નીશાન પણ જોવા મળે છે. ગર્ભવતી નીલગાયની હત્યા થયેલ જેના બચ્ચાને પણ શ્વાને ફાડિ ખાધેલુ પણ જોવા મળ્યુ હતુ. સમગ્ર બનાવ અંગે આ મામલે ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરવાને બદલે ગાર્ડ ફોરેસ્ટર પાસેજઙ્ગ તપાસ કરાવી.

જ્યારે વરસાદને હીસાબે તપાસ કરવામાં થોડિ તકલીફ પડિ રહી છે.અમોએ આસપાસના ખેડૂતોના નીવેદનો પણ લીધા છે.મૃતદેહો વધુ કોહવાયેલી હાલતમા હોવાથીઙ્ગ પીએમ પણ નથી થઈ શકયુ હા મૃતદેહોને ઢસડીને બીજી જગ્યાએ લવાયાના નીશાન પણ જોવા મળ્યા છે.આ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. તેમ બી.ઓ.વાળા ઈન્ચાર્જ આર.એફ.ઓ.કોટડાસાંગાણીએ જણાવ્યું છે.

(11:45 am IST)