Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

તળાજા પંથકની ઘટના : બકરા ચરાવવા ગયેલી ત્યકતા યુવતિ ઉપર મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ

ભાવનગર તા.૨૫ : જિલ્લામાંતળાજા પોલીસ મથકમાં એક છૂટાછેડા લીધેલ પરણીતા એ પોતાની સાથે હબુકવડના ઇસમે છરી બતાવી હલાલ કરવાની ધમકી આપી બે વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે.પોલીસેઙ્ગ આરોપીની ધરપકડ કરી મેડિકલ કાર્યવાહી કર્યા બાદ કોર્ટ હવાલે કરતા આરોપીઙ્ગ જેલ હવાલે કરેલ છે.ઙ્ગ

પચીસ વર્ષીય છૂટાછેડાઙ્ગ લીધેલ યુવતીએ તળાજા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમા પોતે, પોતાની બહેન અને ભાઈની દીકરી સવારે દસેક વાગેઙ્ગ પશુ ચરાવવા ગયેલ. બપોરના બે વાગ્યાના અરસામાં હબુકવડ ગામનો કિશોર સવજી ચારોલિયા એકિટવા લઈને આવેલ. ફરિયાદીને કડમાંથી છરી કાઢી બતાવી બાવળમાં લઈ ગયેલ. આ સમયે સાથે રહેલ બહેન ભાગી ગયેલ. આરોપી એ છરી બતાવીઙ્ગ તું કાંઈ બોલતી નહિ. નહિતર હલાલ કરી નાખીશ તેમ કહીઙ્ગ બે વખત મરજી વિરુદ્ઘ દુષ્કર્મ આચરી જતો રહેલ હતો. પરિવારજનો દ્વારા યુવતીને તળાજા હોસ્પિટલ ખાતે લાવી પછાડી દેવાથી થયેલ ઇજાની સારવાર કરાવેલ હતી.

બનાવ અનુસંધાને ઇન્ચાર્જ પો.ઇ મૂળિયાએ જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરી જરૂરી મેડિકલ કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરેલ. હાલ આરોપીને જેલમાં મોકલી આપેલ છે.

(11:44 am IST)