Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

તંદુરસ્ત રાજનીતિ-રાજધર્મની વિચારધારા ભૂલાતી જાય છે : ટીકાપાત્ર બનતા રાજકીય નેતાઓ

એક સમયે ભારત સામે આંગળી ચિન્ધવાની વિશ્વના દેશોમાં તાકાત નહોતીઃ ભારતીય સંસ્કૃતિમાં પશ્ચિમી સંસ્કૃતિનું મિશ્રણ વધતું ચાલ્યું: પાકિસ્તાન દ્વારા ખાલીસ્તાનના સૂચિત નકશાથી દરિયાઇ કાંઠા સહિત વિસ્તારોમાં સુરક્ષા વધારવાની જરૂર

પોરબંદરઃ ભલે આપણને ર૬મી જાન્યુઆરી ૧૯પ૦થી આઝાદી  આપવામાં આવી તે પણ ખરેખરા અર્થમાં આપણે ભોગવી શકતા નથી કે ભોગવવા માટે રહ્યા નથી. ભય-કિન્નાખોરીની રાજનિતીમાં તરફડયું પડે છે. વિશ્વની મોટામાં મોટી લોકશાહી પ્રજાસતાક રાષ્ટ્રને સ્વતંત્ર  બંધારણ સાથે સ્વાયત સ્વતંત્ર વિચારો, વાણી સ્વતંત્રતાના હકો પણ લગામ છે.

આપણા બંધારણની સ્થિરતા ડગમગી રહી છે જેના કારણે ગરીપાની પકકડ ઢીલી થતી જાય છે. બંધારણનું અસ્તીત્વ છેલ્લા દશ વરસમાં એટલું નબળી પડી ગયેલ છે તેને કયાં સુધી થાપા મારી જીવંત રાખવું ટકાવવું પડશે અને તો તે પણ તૂટી જાય છે ત્યારે પુનઃ નિર્માણ કરવું ભારે કઠીન બનશે. બ્રિટીશ શાસન યાને અંગ્રેજોના શાશનકાળ દરમ્યાન બંધારણની સ્થિરતા ગરીમાની સ્થિરતા ત્યારબાદ ભારત સ્વતંત્ર થયું તા.૧પમી ઓગષ્ટ ૧૯૪૭ની વહેલી સવારની અંધારી મધ્ય રાત્રી ભારતમાતા યાને હિન્દ માતાની હાથપગની બેડી તૂટી ભારતીય સંસ્કૃતિ - વિક્રમ સવંત પ્રમાણે તા.૧૪મી ઓગષ્ટ-૧૯૪૭ની રાત્રી ગણાય છે. જે આપણી સંસ્કૃતીમાં સમાવેશ થયેલ છે. ગૌરવ ગણાય પરંતુ ગ્રહોની હિલચાલ ખગોળીય ગણિત આકાશી તારામંડળ ચાલ સમજવી કઠીન હોય જેથી ઇસ્વીશન તરફ આપણી સંસ્કૃતિનું મિશ્રણ કરી સરળતા ખાતર એક સરખું અંકજ્ઞાન મળી રહી જેથી પશ્ચિમની સંસ્કૃતિને પ્રાધન્યતા આપી અપનાવેલ છે. સહકાર પણ તેને પ્રાધન્યતા આપે છે. જેથી તા.૧પમી ઓગષ્ટ ૧૯૪૭ આઝાદી પર્વ ગણી સ્વતંત્રા - આઝાદી દીન ઉજવણી કરીએ છીએ. જેથી પશ્ચિમ સંસ્કૃતિનું મિશ્રણ થયેલ તેવા આપણી સામે વિશ્વના દેશોની આંગળી ચિન્ધવાની તાકાત નહતી કારણ કે આપણી રાજનિતી-વચન બધ્ધતા વિશ્વના દેશો જાણકારીના જાણકાર હતા.

ભારતે કદી પણ 'યુનો' સંયુકત રાષ્ટ્ર સંઘમાં ખોટી રાજનીતીનો ઉપયોગ કર્યો નથી. જે વિરોધ કર્યો છે કે રજુઆત કરી છે તે ચાણકયની શુધ્ધજીની આધારીત કરી છે. મકકમતા પૂર્વ સામનો કરી પરિણામ લીધેલ છે. આપણી રાજનીતીમાં એક છુપી તાકાત સમાયેલ છે. તેની સમજવી ઘણી કઠણ છે અગ્નિપરીક્ષા કરતાં પણ વધુ કઠીન છે. અમારે અમારા હકકનું તે જ જોયે છેતેનો પાક ખાવો છે. જે ઉતારો મળે ને જ લેવો છે જે સને ૧૯૬૨ના ચીને આપણી પીઠમાં ખંજર ભોંકયું કે આપણા કબજામાંથી તિબેટનો અમુક ભાગ છીનવી લીધો. સુરક્ષા દિવાલથી સરહદ ઓળંગી છતાં વિશા દીલથી તે પરત મેળવવા જે તે સમયની સરકારે ઉતાવળ બુરી યુત્ત ન કરવું માનવ લોહી રેડાય નહિ જેથી વાટાઘાટનો મારગ અપનાવ્યો પરંતુ ચીનની અવળચંડાય આપણને અજંપો આપે છે. છતાં વાટાઘાટ અને શાંતિનો મારગ લીધો ત્યારબાદ સને ૧૯૬પમાં પાકે ધરાર યુધ્ધ કર્યું તો આપણા લશ્કરે સફળતા મેળવી છતાં જીતેલ જમીન પાછી આપી ત્યારબાદ છમકલા પાકિસ્તાને ચાલુ રાખ્યા. અમેરીકાની દરમ્યાનગીરી સમાધાન ભૂમિકા સાથે પાક સરહદ ભારત સરહદ વચ્ચે  'મેકમોહન' રેખા અંકિત થઇ તે આપણે સ્વીકારી અને તેનું પાલન કર્યું કરીએ છીએ.

સને ૧૯૭૧માં બાંગ્લાદેશની સ્વતંત્રામાં આપણે બાંગ્લાદેશને મદદ કરી પાકિસ્તાન સાથે યુધ્ધ કર્યું અને જરૂરી અને અનિવાર્ય હતું કારણ કે બાંગ્લા દેશ પાકિસ્તાનમાં હતું અને પાકિસ્તાનને તેમના કબજાવાળા રાજયમાં આ ભારતીય જળસિમાહ કે અવકાશ ઉડયન દ્વારા ઉડયન સિમાહમાંથી પાકિસ્તાની પ્લન ઉડયન કરી ખતરા રૂપ રહેવું તે કારણે સને ૧૯૭૧માં બાંગ્લા યુધ્ધનાં ભારત જોડાણું. આ યુધ્ધમાં આપણે વિજય થયા  હાલ પાકિસ્તાનના કબજાવાળો વિવાદીત કાશ્મીરનો ભાગ જે આપણા ભારતનો કબજો છે તે ધરતી પર ભારતનો રાષ્ટ્રધ્વજ લ્હેરાયો.

આપણો કબજામાં આવી ગયેલ હોવા છતાં જે તે સ્વ.ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇંદીરા ગાંધીએ પરત પાકને સોંપયો. હાલમાં આ દેશ વિશ્વ અદાલત યુનોમાં પેન્ડીંગ છે. વિવાદીત છે તેની લડત ચાલુ છે. પાકિસ્તાન પણ જાણે છે. ભારતનો જે આ ભાગ છે છતાં પોતાના કબજાગ્રસ્ત બનાવે છે. હાલ વિવાદીત આ આઝાદ કાશ્મીરની ઓળખ ધરાવે છે.

પૂર્વ વર્તમાન સ્થિતિ જોતાં તંદુરસ્ત રાજનિતી રાજકારણ રાજધર્મ અને વિચારધારાને વહેલા રાજનેતાઓ શાસનકર્તા દિનપ્રતિદિન ભૂલાતા જાય છે. જાણે અજાણે તે પણ ટીકકા પાત્ર બનતા જાય છે. પૂર્વ વર્તમાન સ્થિતિમાં સને ૧૯૭૧માં ભારતે બાંગ્લાદેશને પાકિસ્તાનની ગુલામીમાંથી મુકિત અપાવી. કોંગ્રેસ શાસન હતું. સ્વ. વડાપ્રધાનશ્રી  ઇંદીરાબેન પદ પર હતા ત્યારે જે તે સમયે મુળ જનસંઘ - ભા.જ.પ. પીઢ અનુભવી સીનીયર નેતા છેલ્લે ભારતના ભા.જ.પ. સરકારના વડાપ્રધાન શ્રી સ્વ. અટલ બિહારી બાજપાયે પૂર્વ વડાપ્રધાન  સ્વ. ઇંદિરાબેન ગાંધીને 'દુર્ગા' દેવીથી સંબોધીત કરી માન આપેલ છે. સંસદમાં પણ મુકત કંઠે પ્રશંસા - રાજનિતીની કરી ત્યારબાદ એક પણ એવી વ્યકિત ભારત સરકારમાં રાજકારણમાં રાજનિતીમાં જણાતી નથી. સત્ય પચાવવા શકિત આજના શાશનકર્તામાં દુર છે. છેલ્લા દશ વરસનું સરવૈયું વિચારણા માંગે છે. માત્ર ભા.જ.પ. અને તેના નેતાઓ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને વર્તમાન ગૃહ મંત્રીઅમીતભાઇ શાહ એમ માનતા હોય કે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહએ પોતાની જાતને વિચાર ધારા આગળ રાખી ચાલતા હોય કે પરંતુ  હાલની વાસ્તવીકતા જોઇએ ભારત દેશ સંરક્ષણની દૃષ્ટિએ વિચારીએ તો અરબી સમુદ્રમાં કે નદી, સરોવર તળાવમાં મત્સ્ય પકડવા નંખાયેલ જાળમાં મત્સ્ય આવી તરફડે છે.

કાશ્મીરને વિશિષ્ટ દરજજો આપણી કલમ ૩૭૦ની રદ કરી પરંતુ સંપૂર્ણ સ્પષ્ટતા અવઢવમાં છે. પૂર્વ સરકારની ભરપૂર ટીકકા ભા.જ.પ. અને તેની સરકાર લીમ્બડ યશ ખાટવા કરી રહેલ છે. ભારતની આજની યુવા પેઢીના મગજમાં ભરપૂર દંભનું ઝેર ભરી રહેલ છે કે વિતેલા વરસમાં એટલે ભારતની - યાને હિન્દુસ્તાનની આઝાદીમાં પૂર્વસરકાર કાંઇ કરી શકી નથી. માત્ર ભા.જ.પ. કરી શકયુ છે. તમાસાને તેડું ન હોય મુરખની પાસે લાંબી વિચાર સરણી ન હોય તેવી વાત છે. જયારે હિન્દુસ્તાનની આઝાદી પછી સમય પારખી પ્રથમ કોંગ્રેસ સરકારએ સ્વ.સરદાર  વલ્લભભાઇ પટેલ સરકારમાં નાયબ વડાપ્રધાન, ગૃહમંત્રીશ્રી તરીકે જવાબદારી સંભાળતા સ્વ.પંડિત જવાહરલાલ નહેરૂની નેતૃત્વવાળી સરકાર હતી. જે તે સમયની સરકારને વિશ્વાસમાં લીધા સિવાય કાશ્મીર બચાવવા કલમ ૩૭૦ની કલમનો બંધરાણ સમાવેશ કરી વિશિષ્ટ દરજ્જો આપી કાશ્મીરને બચાવ્યુ તે પહેલા સંપુર્ણ રીતે કાશ્મીર એક સ્વતંત્ર રાજય હતું. કાશ્મીરના રાજવીની મુંઝવણ હતી. શુ કરવું?  પાકિસ્તાને ઘુસણખોરી કરી કાશ્મીરના પહાડી વિસ્તારમાં કબજો જમાવ્યો. કાશ્મીરી હિન્દુઓની આમ થવા લાગી આખરે હિન્દ સરકારને શરણે કાશ્મીરના રાજવી આવ્યા. હિન્દુ સરકારની સહાયતા માંગી સરકારે પુખ્ત વિચારણા આધીન કાશ્મીર  રાજવી સાથે મસલત કરી કાશ્મીરને વિશિષ્ટ દરજજો  આપવા બંધારણ કરાર બાદ ભારતીય સૈન્યને કાશ્મીરમાં પ્રવેશ આપ્યો કાશ્મીરના રાજવીને  કેન્દ્રમાં  મંત્રીપદનુ  સ્થાન આપ્યુ ત્યારે તે સંજોગો સમય કલમ ૩૭૦મી દાખલ કરી કાશ્મીર બચાવ્યુ કરારનો અમલ મોડો થયો તે પાછળ રહસ્ય સંજોગ પરિસ્થિતિ સાનુકુળ નહીં હોવાથી  કોંગ્રેસ સરકાર પછીની સરકારે કલમ ૩૭૦મી ચાલુ રાખી કાશ્મીર અને કાશ્મીરીનું  રક્ષણ કર્યુ જે તે શાસનકર્તા  મુરખ તો ન હતા? પરંતુ યોગ્ય સમય પરિપકવતા પ્રતિક્ષા અને સમીક્ષા કરતા. નુકશાની ન થાય તે પણ જોવાનુ  હાલ કાશ્મીરનો પ્રશ્ન વિશ્વ અદાલત યુનો સમક્ષ પેન્ડીંગ રહ્યો છે. સમય આંતરે પાકિસ્તાન આ પ્રશ્ને  યુનોમાં ઉઠાવે છે.  મહાસતાને હિન્દુસ્તાનના પાને ભારતના દાવાની પૂર્તિ થઇ રહી છે. જેથી મૌન છે. વીટો વાપરી પાકિસ્તાનને પછડાટ આપે છે. આ પ્રશ્ન વાટાઘાટથી ઉકેલી શકાય તેમ છે. વિશ્વના દેશો હિન્દુસ્તાન-ભારતની તરફેણ કરી રહ્યા છે.

એક માત્ર ચીન યુનોમાં પ્રવેશ્યા પછી પાકિસ્તાનની નિકટમાં આવ્યું. પાકિસ્તાનના ખંભે તોપ રાખી પોતાના સ્વાર્થ ખાતર ભરપુર ઉપયોગ કરે છે. જયારે બીજી તરફ તટસ્થ ઉડાણ. વિચારીએ મથંન કરીએ તો ભવિષ્યમાં ચીન પાકિસ્તાનને નડશે? પાકિસ્તાન સ્વતંત્ર રહેવુ મુશ્કેલ છે ચીનનો પગ પેસારો ભારે નુકશાન કર્તા છે. પરંતુ હિન્દુસ્તાન-ભારત સામે ટકી રહેવા પાકિસ્તાન-ચીનને મિત્ર બનાવી આગળ વધી રહ્યુ છે. પાકિસ્તાનના સરહદ દ્વારા ભારતમાં પ્રવેશી શકે માટે છુટ આપી રહેલ છે.છેલ્લે ચીને પાકિસ્તાન કબજા કાશ્મીરમાં પાકિસ્તાનની મદદથી સુરંગ બનાવી અને રેલ મારગ તેમજ વ્યવહાર વ્યવસ્થાનો પગપેસારો શરૂ કર્યો છે.  જે સીધી અસર ગુજરાત-કચ્છને કરે છે. રાજકિય તર્ક પંડિતોએ  આ મુદ્દા પર અભ્યાસ ઉડાણ પૂર્વક કરેલ નથી. નજર અંદાજમાંથી  બાકાત છે.

પાકિસ્તાન સાથે ચીનની દોસ્તથી અફઘાનમાં પગ પેસારો કર્યો તે પાકિસ્તાનના કબજાગ્રસ્તમાં  છે અફઘાન રાજયના  દરિયાય કિનારો ગ્વાદર બંદર પાકિસ્તાન પાસેથી મેળવી વિકાસ કર્યો. નજીકના ભવિષ્ય કાર્યરત પ કરી દીધુ તેનો ઉપયોગ ગુજરાત-કચ્છ જળસિમાહ નજીક હોય તે સહેલાયથી હિન્દુસ્તથાન-ભારતમા પ્રવેશી શકે એ રીતે  હિન્દુસ્તાન-ભારત માટે ખતરારૂપ સંવેદનશીલ સાથોસાથ ભવિષ્ય પાકિસ્તાન માટે અંધકારમય છે. ચીનની ગુલામી પરોક્ષ અપરોક્ષ સ્વીકાર કરવો પડશે.પોરબંદર  બંદર ખાલીસ્તાનનો એક ભાગ તરીકે સને ૧૯૫૬માં એક રાજકોટ પ્રસિધ્ધ થતા એક સુપ્રસિધ્ધ દૈનિક અખબારને માધ્યમ રાખી સૌરાષ્ટ્રને ભવિષ્યમાં ખાલીસ્તાનના રાજયોનો ભાગ ગણાવવા પ્રયત્ન થયેલ છે.  સરકારે સમજદારી ઉંડાણ નોંધ  લેવી જરૂર છે. પોરબંદર શહેર બંદરની મહત્તા સમજવી અને વધુમા સુરક્ષા અંગે કાર્યરત રાખવી જરૂર છે. જો કે જળ સીમાહની સુરક્ષામાં  કોસ્ટ ગાર્ડ નેવીનુ થાણુ હેડકવાટર પોરબંદર રાખેલ છે તેની ક્ષમતા વધારવાની સમજદારી જાગૃતિ જરૂરી છે.

હેમેન્દ્રકુમાર પારેખ

પોરબંદર (૦૨૮૬) ૨૨૪૨૭૯૪

(11:43 am IST)