Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

વરસાદ બાદ દશાડા ધારાસભ્ય પોતાના મત વિસ્તારની મુલાકાતે

વઢવાણ,તા. ૨૫: જિલ્લામાં સતત ૪૮ કલાકથી મેઘ મહેર યથાવત રહેવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાના ડેમ ઉપરાંત તળાવો ઓગની જવા પામ્યા છે ત્યારે પાટડી તાલુકામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે . પાટડી તાલુકામાં ૧૦૦ ટકા કરતાં પણ વધુ વરસાદ ખાબકતા હાલની પરિસ્થિતિ ખૂબ ખરાબ બની છે.

દશાડા તાલુકાના પાટડી દુધરેજ પ્રગતિ સ્ટેટ હાઈવે ખેરવા ગામ પાસે વર્ષોથી તૂટેલા અનેક રજૂઆતો કરવામાં આવી પરંતુ આ બહેરી, આંધળી સરકાર બ્રીજનું કામ નહી થવાથી અંત્યંતઙ્ગ જોખમી રીતે પાણી ઓવર ટોપ થાય છે.છેલ્લા બે દિવસથીઙ્ગ સુરેન્દ્રનગર જિલ્લામાં પડી રહેલ અવિરત વરસાદથી આ પુલની ઉપરથી પાણીઙ્ગ જાય છે અને આજુ બાજુના અંદાજે ૧૦૦૦ હેકટર જમીનને નુકશાન થયુ છે.

સ્થાનિક લોકો દ્વારા દસાડા ધારાસભ્ય નવસાદ સોલંકીને ટેલિફોનિક વાતચીત કરતા તે તાત્કાલિક અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાતે પહોંચ્યા હતા અને જે હાઈવે પાણીના કારણે તુટી જવા પામ્યા તેમને તાત્કાલિક ધોરણે રીપેર કરાવવા અને વરસાદના કારણે હજાર હેકટર કરતાં પણ વધુ જમીનને નુકસાન હાલમાં પાટડી તાલુકા ની જવા પામી છે . સર્વેની કામગીરી તાત્કાલિક કરી આવા ખેડૂતોને આર્થિક પેકેજ જાહેર કરીને તાત્કાલિક નાણાં ચૂકવવા પણ સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી.

(11:42 am IST)