Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

મીઠાપુર ટાટા કેમિકલ્સ પ્લાન્ટમાં ઇમરજન્સીની સમીક્ષા માટે મોકડ્રીલ

મીઠાપુર : વિશ્વ પ્રસિધ્ધ ઔદ્યોગિક એકમોમાંનું એક એવા ટાટાની એક કંપની મીઠાપુર ખાતે આવેલી છે. ટાટા કેમિકલ્સ અગ્રણી સસ્ટેઇનેબલ અને વિજ્ઞાન સંચાલિત કેમિસ્ટ્રી સોલ્યુશનસ કંપની છે. જે સૌ પ્રથમ સલામતીની કાર્ય સંસ્કૃતિ સ્થાપીત કરવા હમેશા અગ્રેસર છે. કંપની એના પ્લાન્ટની આસપાસના ક્ષેત્રો અને સમુદાયોમાં સલામતી માટે એવા પગલા લેવાની પ્રવૃતિઓના પ્રોત્સાહન આપે છે. આ મુલ્યને કેન્દ્રમાં રાખીને ટાટા કેમિકલ્સે એના મીઠાપુરના પ્લાન્ટમાં સલામતી અંગે જાગૃતિ લાવવા મોકડ્રીલનું આયોજન કર્યું હતું. જેમાં ૧૦૦૦ કર્મચારીઓ સહભાગી થયા હતા. આ મોકડ્રીલ જામનગરમાં ગુજરાત સરકારના ડાયરેકટરોરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (ડીઆઇએસએચ) સાથે સંયુકત જોડાણમાં હાથ ધરવામાં આવી હતી. સલામતી અંગે જાગૃતિ લાવવા આયોજીત આ મોકડ્રીલ ડીઆઇએસએચના અધિકારીઓની હાજરીમાં યોજાઇ હતી. એમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના આસીસ્ટન્ટ ડાયરેકટર દેવેન્દ્ર પ્રજાપતિ,ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના આસિસ્ટન્ટ ડાયરેકટર શ્રી બી.એસ.પટેલ અને અન્ય નિર્માણ કામદારો (બીઓસીડબલ્યુ)ના ઓફીસર શ્રી જી.એ .મકવાણા ઉપસ્થિત હતા. આ ડ્રીલનું સંકલન મીઠાપુરમાં સેફટી એન્ડ હેલ્થના હેડ. શ્રી દેવેન્દ્ર ઠાકુરે કર્યું હતું. આ પ્રવૃતિની અધિકૃતત જાળવવા અને મોકડ્રીલમાં કર્મચારીઓના પ્રતિભાવનો તાગ મેળવવા તેમને અગાઉથી આ વિષે કોઇ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી ન હતી.ટાટા કેમિકલ્સ રાજ્ય સરકાર અને સત્તામંડળોએ સુચવેલા સલામતીની તમામ માર્ગદર્શિકાઓ દ્વારા સલામતી સુનિશ્ચિત કરવા અને એનું પાલન ઉચિત કરવામાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે. ડીપાર્ટમેન્ટ પરિભાષા મુજબ વિવિધ સ્થિતી સંજોગોમાં આચારસંહિતાનું પાલન કરવા અને ઉચિત પ્રતિસાદ આપવાનું જાળવી રાખશે. (તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(11:42 am IST)