Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

પીપળીયા (ધાધલ) ગામે ભારે વરસાદથી પૂલ ધોવાતા ચોટીલા સાથે સંપર્ક તૂટ્યો

વઢવાણ,તા. ૨૫: ચોટીલા તાલુકાના પીપળીયા ( ધાધલ) ગામ માં ભારે વરસાદ ના કારણે પુલ ઉપર મોટા ગાબડા પડવાના કારણે આ ગામના લોકોનો ચોટીલા સાથે સંપર્ક કપાયો છે.

પીપળીયા થી ચોટીલા દરરોજ મોટી સંખ્યા માં ગ્રામ્યજનો ખરીદી દવા અભ્યાસ સહિત અન્ય કામ અર્થે અવરજવર કરતા હોય છે ત્યારે ભારે વરસાદ થી આ પુલ નું ધોવાણ થતાં અને પુલ ઉપર મોટા ગાબડાઓ પડતાં પીપળીયા ના લોકો ખુબ જ પરેશાની નો સામનો કરી રહ્યાં છે.આ ગામના અનેક લોકો એ વ્યથા અને ઉગ્ર રોષ સાથે સાથે જણાંવ્યું હતું કે ચુંટણી સમયે મત માટે દોડી આવતા એકપણ રાજકીય અગ્રણી પીપળીયા ના આ પુલ ની હકકીકત જાણવાં છતાં ગામમાં ડોકાયા પણ નથી.ત્યારે સરકારી અધિકારીઓ દ્વારા આ પુલ ની સમીક્ષા કરવા માં આવી છે

ચોટીલા તાલુકા માં સાર્વત્રિક વરસાદ થી ઠાંગા વિસ્તારના ગામો રસ્તા અને પુલ તૂટતાં સંપર્ક વિહોણા બન્યા છે.પીપળીયા (ધા).ખેરડી.ખેરાણા જેવાં ગામમોમાં ઉપર વાસ માં વરસાદ થી ગામોનાં રસ્તા પર આવેલા બેઠાં પુલ ઉપર વરસાદના પાણી આવવાથી પુલ પણ ધોવાય ગયાં છે.દર ચોમાસે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અનેક વાર સરપંચો અને ગ્રામજનો દ્વારા સરકારમાં અને તંત્ર માં રજુઆતો કરવાં માં આવી છે.ચોટીલા ના પીપળીયા (ધા) ગામના પાધર માં આવેલી રસ્તા પર ની નદી નો પુલ તૂટી ગયો અને મસમોટા ખાડાઓ પડ્યા હોવાથી શહેર તરફ નો રસ્તો બંધ થયો છે.વર્ષોથી તૂટેલાં બેઠાં પુલ ની સમસ્યા ઉકેલાતી ન નહોવાથી ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે.

ચોટીલા મામલતદાર સાહેબ અને ટીડીઓ રૂબરૂ પીપળીયા ગામે દોડી આવ્યા અને બેઠા પુલની તપાસ કરી છે. અને આ પુલ બનાવી આપવાની ગ્રામજનોને હાલ ખાતરી આપી છે.

(11:41 am IST)