Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

જામજોધપુર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

જામજોધપુર : નગરપાલીકા પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષ માટેની મુદત પુરી થતા આગામી અઢી વર્ષ માટે ન.પા. પ્રમુખ - ઉપપ્રમુખની ન.પા. કચેરી ખાતે ચુંટણી યોજવામાં આવી હતી. ન.પા.ના પ્રમુખ તરીકે ભાજપના મમતાબેન રવિભાઇ શિહોરા, ઉપપ્રમુખ તરીકે નરેન્દ્રભાઇ કડીવાર, કારોબારી ચેરમેન તરીકે હેપીબેન ભાલોડીયા, પક્ષના નેતા તરીકે ડાયાલાલ જોશી, દંડક તરીકે બાબુભાઇ શિરની વરણી કરવામાં આવી છે. (તસ્વીર : દર્શન મકવાણા, જામજોધપુર)

(11:40 am IST)