Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

માંડવીમાં કોવિડ હોસ્પિટલ શરૂઃ કચ્છમાં વધુ ૨૫ કેસ

ડેથ રિપોર્ટના નામે મૃત્યુ આંક છુપાવાઈ રહ્યો હોવાની ચર્ચા

ભુજ, તા.૨૫: કચ્છમાં કોરોનાનો પંજો દિનપ્રતિદિન વિસ્તરી રહ્યો છે. તે વચ્ચે માંડવીમાં મસ્કામાં શ્રી સર્વ સેવા સંદ્ય, સંચાલિત એન્કરવાલા હોસ્પિટલમાં ૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ છે, જેમાં ૧૦ આઈસીયુ બેડ છે. ગઈકાલે ૨૫ પોઝિટિવ દર્દીઓ ઉપરાંત ૬ દર્દીઓની અંતિમ વિધિના સમાચાર વચ્ચે તંત્રએ માત્ર ૨૫ પોઝિટિવ દર્દીઓની જ સત્ત્।ાવાર માહિતી આપી હતી. જયારે ૬ મોતની વાત સ્વીકારી ડેથ રિપોર્ટ બાકી હોવાનું જણાવી ત્યાર બાદ જ સત્ત્।ાવાર માહિતી આપવાનું જણાવ્યું હતું. જોકે, ડેથ રિપોર્ટ પહેલાં જ મૃતદેહોને અગ્નિસંસ્કાર કરવાની ઉતાવળ અને કલાકો સુધી પણ છ છ મોત માંથી એક પણ દર્દીનો ડેથ રિપોર્ટ જાહેર ન કરવાની તંત્રની વૃત્તિ દર્શાવે છે કે, કયાંય કંઈક છુપાવીને લૂકાછુપીનો ખેલ લાંબા સમયથી શરૂ કરી દેવાયો છે. કચ્છમાં અત્યાર સુધીની આંકડાકીય માહિતી આ પ્રમાણે છે. નવા ૨૫ દર્દીઓ સાથે કુલ દર્દીઓ ૧૧૪૨ થયા છે. ૨૬૭ એકિટવ કેસ છે, જયારે સાજા થયેલા ૮૨૨ છે.

(11:39 am IST)