Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

હળવદ નગરપાલિકાના પ્રમુખ પદે રમેશ પટેલ અને ઉપપ્રમુખ પદે રેખાબેન સોલંકી

દંડક તરીકે મનુભાઈ રબારીની વરણી કરવામાં આવી

 (દીપક જાની દ્વારા ) હળવદ,તા.૨૫: નગરપાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખ ની ટર્મ પુરી થતી હોય ત્યારે ગઈકાલેઙ્ગ નવા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને દંડકની વરણી કરવામાં આવી હતી.

હળવદ નગરપાલિકાની અઢી વર્ષ પહેલાં યોજાયેલા ચૂંટણીમાં ૧૮ સદસ્યો ભાજપના ચૂંટાઈ આવ્યા હતા. જયારે ૧૦ કોંગ્રેસના ચૂંટાઈ આવ્યા હતા. જેથી, ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી, હવે મહિલાઙ્ગ પ્રમુખ પદનો અઢી વર્ષનો કાર્યકાળ પૂરો થતો હોય ત્યારે ગઈકાલેઙ્ગ નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ પદે રમેશ પટેલ, ઉપપ્રમુખપદે રેખાબેન સોલંકી, કારોબારી ચેરમેન પરદે અશ્વિન દલવાડી અને દંડક તરીકે મનુભાઈ રબારીની નિમણૂક કરવામાં આવી છે. જેથી, નવા વરાયેલા પાલિકાના હોદેદારોને ભાજપના અગ્રણીઓથી માંડી કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

આમ તો હળવદ પાલિકામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોય પરંતુ જૂથવાદને લઈ પ્રમુખ પદની ભારે ખેંચતાણ ચાલતી હતી. તેવામાં ધારાસભ્યનું ગ્રુપ પ્રમુખ પદ મેળવવામાં હાલ તો સફળ થયું છે. એક ગ્રુપને પ્રમુખ અને દંડક બીજાને ઉપપ્રમુખ અને કારોબારી અપાઈ છે. પ્રમુખ પદને લઈને ચાલુ અને પૂર્વ ધારાસભ્યના સમર્થકો વચ્ચે ભારે ખેંચતાણ ચાલતી હતી. તેવામાં બંને ગ્રુપને સાચવવા ધારાસભ્ય સાબરીયાના ગ્રુપને પ્રમુખ અને દંડકની જવાબદારી સોંપાઈ છે. જયારે પૂર્વ મંત્રી કવાડિયાના ગ્રુપને ઉપપ્રમુખ અને કારોબારી અપાઈ છે. જેથી, હાલ તો બંનેને સાચવી લેવાયા છે.

એક સમયે તો એવી પણ શહેરમાં ચર્ચા વહેતી થઈ હતી કે પ્રમુખપદ મેળવવા ભાજપના બંને જૂથ જરૂર પડે તો કોંગ્રેસના સદસ્યોને સત્ત્।ામાં ભાગીદારી આપી સમર્થન પણ માંગશે. પરંતુ આજે તે તમામ અટકળોનો અંત આવ્યો છે અને આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું હોય તેમ ઉપરથી જે આદેશ આવ્યો તે પ્રમાણે જ બધું થઈ ગયું છે.

(11:39 am IST)