Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ઉપલેટા પાલિકામાં પ્રમુખ તરીકે દાનાભાઈ અને ઉપપ્રમુખ તરીકે રણુભા જાડેજા

બળવાખોર જૂથના હોદેદારો ચૂંટાયા : ભાજપ બે જૂથમાં વહેંચાયું : ચંદ્રવાડીયા એ કરેલા વિકાસના કામોને પાર્ટીએ અવગણવાની ભૂલ નડી

ઉપલેટા,તા.૨૫ :  નગરપાલિકામાં કુલ ૩૬ બેઠકોમાંથી ભાજપના ૨૮ કોંગ્રેસના ૭ અને સામ્યવાદી પક્ષનો ૧ સભ્ય ચૂંટાયા હતા.જેમાં પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા અને ઉપપ્રમુખ ધવલભાઈ માકડિયાની ટર્મ પૂરી થતા  પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જે દાનાભાઈ ચંદ્રવાડીયાએ કરેલા વિકાસના કામોના લીધે ઉપલેટા નગરપાલિકામાં ભાજપને ૩૬ માંથી ૨૮ બેઠકો મળી હતી પરંતુ પ્રમુખ તરીકે જેના નામની પ્રબળ દાવેદાર હતી અને સેન્સ લેતી વખતે પણ વધુ સુધરાઈ સભ્યો કોણ દાનાભાઈ ચંદ્રવાડીયાની સાથે હતા જેનાથી મોવડી મંડળ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ તરીકે મયુરભાઈ સુવાના નામનો અને ઉપપ્રમુખ તરીકે મંજુબેન માકડીયાના મેન્ડેટ રજૂ કરતા સામા જૂથે પ્રમુખ તરીકે દાનાભાઈ ચંદ્રવાડીયા અને ઉપપ્રમુખ તરીકે રણુભા જાડેજાનું ફોર્મ ભરાતા ચૂંટણી યોજાતા કોંગ્રેસના ૫ સભ્યોના ટેકાથી દાનાભાઈ ચંદ્રવાડીયા અને રણુભા જાડેજાને ૧૯-૧૯ મત મળ્યા હતા જયારે મયુરભાઈ સુવાને તથા મંજુબેન માકડીયાને ૧૬-૧૬ મત મળ્યા હતા આમ પ્રમુખ તરીકે દાનાભાઈ ચંદ્રવાડીયા અને ઉપપ્રમુખ તરીકે રણુભા જાડેજા ૩ મતે વિજેતા થયા હતા.આમ ચૂંટણીમાં ભાજપમાં જ બળવો થયો  હતો અને બળવાખોર જૂથના હોદેદારો ચૂંટાયા હતા. ભાજપ પાસે સંપૂર્ણ બહુમતિ હોવા છતાં ભાજપ બે જૂથમાં વહેંચાઇ ગયું હતું

(11:38 am IST)