Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

થાનમાં કોણ નીકળ્યું એ જોવા મોબાઇલથી લાઇટ કરતાં મનસુખભાઇ કાંજીયા પર હુમલો

કોળી પ્રોૈઢને ભરતે છરી ઝીંકી દેતાં મોઢા પર ઇજાઃ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૫: થાનગઢના ખાખરાવાડીમાં રહેતાં મનસુખભાઇ ગાંડાભાઇ કાંજીયા (ઉ.વ.૫૦) પર રાતે આઠેક વાગ્યે ગામના જ એક શખ્સે છરીથી હુમલો કરી મોઢા પર ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મનસુખભાઇ મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેના સગાના કહેવા મુજબ રાત્રીના અંધારામાં કોઇ ઘર નજીકથી ચાલીને નીકળતાં મનસુખભાઇએ કોણ છે? એ જોવા માટે પોતાના મોબાઇલની ટોર્ચ ચાલુ કરીને જોતાં એ શખ્સે લાઇટ કેમ કરી? કહી ઝઘડો કરી મોઢા પર છરી ઝીંકી દીધી હતી. હુમલો કરનાર શખ્સ ભરત રઘુભાઇ હોવાનું હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં જણાવતાં તે મુજબની એન્ટ્રી થાન પોલીસ મથકમાં નોંધાવાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:36 am IST)